________________
૪૫
સર્વોપયોગી પ્રાર્થના, અંતરનિરીક્ષણ, ચિત્તશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર નિઃસ્વાર્થ સ્વભાવવાળા આવા પરોપકારી મનુષ્યો જ જીવનમાં ઉન્નત, ઉમદા અને દિવ્ય જીવન પ્રત્યે વળી જીવનને ધન્ય બનાવી શકે છે.
ફિરસ્તાઃ જે પરમાત્માનો સંદેશવાહક હોય તે ફિરસ્તા કહેવાય છે, અને તેથી તેનામાં દિવ્યતાના અનેક અંશો પ્રગટ હોય, તે સ્વાભાવિક છે.
વિશ્વપ્રેમ, વિવેક, નિઃસ્વાર્થતા, પરોપકારીપણાનો સ્વભાવ, દિવ્ય જીવનનું સર્વાગી તેજ, અને મન-વચન-કર્મની પવિત્રતા જેના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયાં હોય તેવો પ્રતાપી પુરુષ માનવમાત્રને માટે શરણરૂપ છે.
- સવોંપયોગી પ્રાર્થના, અંતનિરીક્ષણે,
ચિત્તશુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર
છે
પ્રાર્થના : મન, વાણી કે કાયાથી પરમાત્માની સાથે નિષ્કામ સંબંધ સ્થાપિત કરવાની પ્રક્રિયાને પ્રાર્થના કહીશું. પ્રાર્થના એ માગણી કે ભીખ નથી, પરંતુ અતિમાનવીય તત્ત્વનો સ્વીકાર અને શરણાગતિ છે, અને આપણા મિથ્યા અહંકારનો નાશ કરવાનું ઉત્તમ સાધન છે. પ્રાર્થના દ્વારા શુદ્ધિ, બુદ્ધિ અને નિર્ભીતિ પ્રાપ્ત થાય છે. માનવમાત્ર માટે એ જીવનવિકાસનું એક શ્રેષ્ઠ સાધન છે.
અંતર્નિરીક્ષણ : જીવનમાં જેમ પૈસાનો હિસાબ રાખીએ છીએ તેમ પોતાની દૈનિક ચર્ચાનો હિસાબ પણ ચોકસાઈથી રાખીએ તો આપણે જીવનવિકાસની દિશામાં ઘણી ઝડપથી આગળ વધી શકીએ.
રાત્રે આશરે ૧૦ વાગે સૂઈ શકાય તે ઇચ્છવા યોગ્ય છે. પથારીમાં સ્થિર બેસી શરીર ઢીલું મૂકવું અને સવારથી સૂતા સુધી દર કલાકે શું શું કર્યું તે યાદ કરી જવું. પ્રારંભમાં એક કોઠો (table) રાખવાથી સરળતા રહેશે; અને ઈર્ષા, ક્રોધ, રસલોલુપતા, અપશબ્દ, ધિક્કર, અભિમાન, સમયનો બગાડ વગેરે દોષોનો ખ્યાલ આવશે. આ ટેવ પાડનારની યાદશક્તિમાં વધારો થશે. સૂતી વખતે શવાસન સહિત સૂવાથી શારીરિક થાક દૂર થાય છે, અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org