________________
યોગનું પહેલું અંગઃ યમ
અહિંસા
KA
નૈતિક અંકુશ પાંચ તત્ત્વોનો સમૂહ
સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અસંગતા; આજીવન વ્રતો પાંચ, યમ આ યોગી ભાષતા.
અહીં જે પાંચ યમ કહ્યા છે તે સમસ્ત ભારતીય સંસ્કૃતિના પ્રાણરૂપ છે અને સર્વ ધર્મમાન્ય પણ છે.
અહિંસા : કોઈપણ પ્રાણીને કે મનુષ્યને દુ:ખ ન આપવાનો જાગૃતિપૂર્વક પ્રયત્ન તે સામાન્યપણે અહિંસા છે. ખરેખર તો સર્વને પોતાના સમાન જાણીને, તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી તેમને રૂડું જીવન જીવવામાં સહયોગ આપવો તે અહિંસા છે; કે જે પ્રેમ અથવા કરુણાનું જ બીજું સ્વરૂપ ગણી શકાય.
સત્ય : આ વિશ્વમાં જે વસ્તુઓ કે વ્યક્તિઓ વિષે જેવું પોતે જાણ્યું હોય તેવું જ સ્વપર-કલ્યાણમય, મધુર અને જરૂરિયાત જેટલું વચન દ્વારા વ્યક્ત કરવું તે સત્ય નામનું બીજું વ્રત ગણી શકાય.
અચૌર્ય : પોતાની માલિકીની ન હોય તેવી કોઈ પણ વસ્તુ પર માલિકીપણાનો હક્ક ન સ્થાપવો અને તેને ગ્રહણ ન કરવી તેને અચૌર્યવ્રત કહેવાય છે.
અસંગતા
Jain Education International
૧૯
બ્રહ્મચર્ય : પોતાની ધર્મપત્ની સિવાયની સમસ્ત સ્ત્રીઓ સાથે માતા, બહેન કે દીકરી ગણીને યથાયોગ્ય વર્તન કરવું તેને ગૃહસ્થનું બ્રહ્મચર્યવ્રત કહેવાય છે. મુનિ કે સાધુએ તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. બ્રહ્મની પ્રાપ્તિ કરનાર વ્યક્તિની જે જીવનચર્યાં તેને પરમાર્થથી બ્રહ્મચર્ય ગણી શકાય.
અસંગતા ઃ જગતના જડ-ચેતન પદાર્થોમાં માલિકીપણાના ભાવનો એટલે કે ‘મૂર્છા’નો ત્યાગ કરવો અને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો જીવનમાં અમલ કરવો તે અસંગતા અથવા અપરિગ્રહ કહેવાય છે. સાદું, વિવેકી, પવિત્ર જીવન અને ઉચ્ચ વિચારો જીવનમાં અપનાવીએ તો અસંગતા પાળી શકાય.
આ પાંચ વ્રતોનું શાસ્ત્રોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. અહીં તો માત્ર આપણે તેમને સામાન્ય નાગરિકના જીવનના સંદર્ભમાં જ વિચારેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org