________________
યોગનું પહેલું અંગ ઃ આસન
કરવું, વિચાર કરવો, અર્થ સમજ્યો કે સમજાવવો, પ્રશ્નને કરવા કે પારાયણ આદિ કરીને જ્ઞાનવૃદ્ધિ કરવી અને તે જ્ઞાનને જીવનમાં પચાવવું તે સ્વાધ્યાય છે. ગુરુ સમીપે રહીને જ્ઞાન પ્રાપ્ત કરવું તે શ્રેષ્ઠ છે.
દેવની સ્મૃતિ સર્વગુણસંપન્ન, પરમશાંત એવા પોતાના ઇષ્ટદેવ પરમાત્માનું નામ-સ્મરણ, તેમની દિવ્ય મુદ્રાનું સ્મરણ, તેમના ગુણોનું અને તેમના ચિરત્રોના મંગલમય અને પ્રેરક પ્રસંગોનું વારંવાર ભક્તિપૂર્વક સ્મરણ કરવું તે દેવની સ્મૃતિ અથવા ઈશ્વરપ્રણિધાન કહેવાય છે.
યોગનું ત્રીજું અંગ : આસન
એક જ સ્થિતિમાં સ્થિરતાથી સુખપૂર્વક લાંબો સમય બેસી શકાય તેનું નામ આસન, અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન છે.
આસનની સિદ્ધિ આગળની યોગસાધના માટે આવશ્યક છે. સામાન્ય રીતે જ્યારે એક જ આસનમાં ત્રણ કલાક સુખરૂપે ટકી શકીએ ત્યારે પૂર્ણ આસનસિદ્ધિ કરી કહેવાય.
આસનના અનેક પ્રકારો છે. ઉદ્દેશ્યને અનુસરીને તેના ત્રણ વિભાગો નીચે પ્રમાણે કરી શકાય.
(૧) સ્વાસ્થ્ય માટેનાં આસનો
(૨) ધ્યાન માટેનાં આસનો
(૩) આરામ માટેનાં આસનો
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org