________________
સ્વસ્થ જીવનનાં અગત્યનાં અન્ય અંગો
૪૧
(૫) કાળી દ્રાક્ષ ૨૫ દાણા ધોઈ રાતના થોડા પાણીમાં પલાળી રાખવી. સવારે દ્રાક્ષ
તે જ પાણીમાં મસળી નાખી પાણી પીવું. આથી મળપ્રવૃત્તિ સારી થશે. બપોરના ભોજન વિષે : (૧) ભોજન રોજ નિયમિત અને નિશ્ચિત સમયે લેવું. બપોરના ભોજનમાં થુલું
(ચાળણ સહિતનો લોટ, છાલવાળાં શાક લીલી ભાજી હોય તે જરૂરી છે. ગાજર, ટામેટા, કોબીજ, ફુલાવર, મૂળા, કાકડી વગેરે સસ્તી ચીજોનો ૫૦ થી ૧૦૦ ગ્રામ જેટલો ઉપયોગ કચુંબર તરીકે કરવો. તે દહીં સાથે પણ ખાઈ શકાય. આ ખોરાકમાંથી શરીરને ઉપયોગી લોહી, ક્ષાર અને
જીવનતત્ત્વો (વિટામિન) સારા પ્રમાણમાં મળી રહે છે. (૩) લીલાં શાકભાજી અને કચુંબર ઉપરાંત વિટામિન સી માટે મોળી છાસ અને
લીંબુનું પાણી લઈ શકાય. મોળી છાસમાં લેક્ટિક એસિડ હોવાથી આંતરડાની સ્વચ્છતા માટે તે ઉપયોગી છે.
જમ્યા પછી મોળી છાસ લેવાથી પાચનક્રિયા સારી રીતે થાય છે. (૫) જમતી વેળા મધ્યમાં એક વખત પાણી પીવું જરૂરી છે. તે સિવાય વારે
વારે પાણી પીવું નહિ. તેમ કરવાથી જઠરમાં રહેલ પાચક રસ પાતળો
થઈ જાય છે અને પાચનક્રિયા બરાબર થતી નથી. (ક) સાંજના ભોજન વિષે :
સાંજનું ભોજન બને તેટલું વહેલું લેવું. સાંજના ભોજન અને રાત્રે સૂવાના સમય વચ્ચે ત્રણ કલાકનો સમયગાળો રાખવો જરૂરી છે. ભોજનમાં ભાજી અને રોટલા કે રોટલી અને શાક વગેરે લઈ શકાય. ઋતુતુનાં ફળોનો પણ ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. રાત્રીભોજન બાદ સૂતી વખતે ૨૫૦ ગ્રામ દૂધ પી શકાય, જેથી સારી રીતે ઊંઘી શકાય અને સવારે પેટ પણ સાફ આવી શકે.
જે વ્યક્તિ વ્યવસ્થિત રીતે પોષણયુક્ત આહાર લેતી હોય અને જેના આહારમાં ઘી, તેલ, દૂધ, દહીં, શાકભાજી, કઠોળ તેમજ ઘઉં, જુવાર, મકાઈ, બાજરી વગેરેનો અને ઋતુઋતુનાં ફળોનો સમાવેશ થતો હોય તેણે અઠવાડિયે એક વાર માત્ર ફળાહાર કરવો અને ૧૫ દિવસે એક વાર ઉપવાસ કરવો. શરીરને નીરોગી રાખવામાં ફળાહાર અને ઉપવાસ ઉપયોગી થાય છે.
ભોજન કર્યા પછી ચાર કલાકે, નાસ્તા પછી દોઢ કલાકે અને પ્રવાહી પીણા પછી અડધા કલાકે આસનો થઈ શકે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org