Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 49
________________ યોગનું છ6 સાતમું, આઠમું મેગ : ધારણા, ધ્યાન, સમાધિ જે સાધકે આગળનાં અંગોમાં કુશળતા પ્રાપ્ત કરી હોય, તેનું ચિત્ત શુદ્ધ, નિશ્ચલ અને એકાગ્ર થાય છે અને તેથી તે ધ્યાનનો અભ્યાસ સફળતાપૂર્વક કરી શકે છે. ધારણા કોઈ એક બાહ્ય પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરવી તે ધારણા છે. મટકું માર્યા વગર તેની સામે જોઈએ તેને ત્રાટક કહે છે. આંખો દ્વારા સતત 5 કે પરમાત્મા-સદ્ગુરુની મૂર્તિ – ચિત્રપટને નીરખી રહેવાથી બંધ આંખોએ પણ તેનું સ્મરણ થઈ શકે છે અને ધ્યાનની ભૂમિકા તૈયાર થઈ જાય છે. ધ્યાન અને સમાધિઃ ચિત્તને નિર્વિકાર અને એકાગ્ર કરનાર એવું આત્મકલ્યાણની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન તે ધ્યાન છે. સામાન્ય માણસને તેનાથી મનમાં શાંતિનો અને જીવનમાં હળવાશનો અનુભવ થાય છે, તેની તરતમતાની ચાર શ્રેણીઓ નીચે પ્રમાણે પાડી શકાય: વિચાર: સ્વ-પર-કલ્યાણ કરનાર શુભ વિચારધારા. સ્મરણ : ચિત્તમાં આવેલા શુભ વિચારોને ફરી ફરી યાદ કરી અંકિત કરવા. ધ્યાન: એક જ વિચાર, મૂર્તિ કે જ્યોતિમાં ચિત્તને ચોંટાડી રાખવું. સમાધિ: ધ્યાનમાં નિર્વિકલ્પ દશા પ્રગટતાં અત્યંત આનંદની અનુભૂતિરૂપ અવક્તવ્ય એવી પરમાત્મદર્શનની સ્થિતિ. – – –– – – –– – –– –– –– –– – કરતે ચલો સબકા ભલા જીવન જીનેકી યહ હૈ કલા આંખે ત્રિફળા દાંતે લૂણ પેટ ન ભરવું ચારેકોર, જમીને ડાબે પડખે સૂએ તેનો રોગ રસમાં રૂએ — — — — — — – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60