Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 59
________________ સંસ્થાની પ્રેરણામતિ પરમ શહેરા પૂજ્ય સંતશ્રી આત્માનંદજી જન્મ : તા. ૨-૧૨-૩૧ના રોજ અમદાવાદ મુકામે સંસ્કારી અને ખાનદાન કુટુંબમાં. પરંપરાગત શિક્ષણ : M.B.B.S, M.R.C.P., D.T.M. & H. (England) જીવનના મહત્ત્વના પ્રસંગો : બાળપણમાં જ એકાંતચિંતન, યોગાભ્યાસ, ભજન-કીર્તન-સત્સંગ અને આધ્યાત્મિક વાચનના સંસ્કારવાળા મેડીકલ કૉલેજના આ વિદ્યાર્થીને ઇ.સ. ૧૯૫૪માં કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો અને ઇ.સ. ૧૯૫૭માં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથોનો સુયોગ પ્રાપ્ત થયો અને ગીતા-ઉપનિષદ અને સંતસાહિત્યથી સુસંકારિત બનેલું તેમનું ચિત્ત જૈન ધર્મની, સૂક્ષ્મતા અને વૈજ્ઞાનિકતાથી પ્રભાવિત થયું ઇ.સ. ૧૯૫૪થી સાત વર્ષ સુધી તેઓએ મુખ્યપણે અધ્યાત્મપ્રધાન જૈન શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. * ઇ.સ. ૧૯૬૦માં તેઓએ ડૉ. શર્મિષ્ઠાબહેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. * ઇ.સ. ૧૯૬ ૧માં ઇંગ્લેંડ ગયા અને ઉચ્ચ મૅડીકલ ડિગ્રીઓ પ્રાપ્ત કરી. * ઇ.સ. ૧૯૬ ૬માં સ્વદેશ પાછા ફર્યા અને વ્યવસાય શરૂ કર્યો. * ફેબ્રુઆરી ૧૯૬ ૯માં એક મોટી બીમારી દરમ્યાન, ગહન ચિંતનમનનનાં પરિપાકરૂપે તેમના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન ઉદય પામ્યું. આગળની સાધનાની વૃદ્ધિ અર્થે વ્યવસાયિક પ્રવૃત્તિને સંક્ષેપી, સ્વપ૨ કલ્યાણમય સાધનાના લક્ષવાળી જીવનપ્રણાલિકા તરફનો ઝોક શરૂ થયો. * ઇ.સ. ૧૯૭૬ માં પૂજ્ય શ્રી સહજાનંદજી મહારાજ પાસે આજીવન બ્રહ્મચર્યવ્રત | અંગીકાર કર્યું. * ઇ.સ. ૧૯૮૪માં ગિરનાર પર્વત ઉપર બહોળા મુમુક્ષુ સમુદાયની હાજરીમાં પૂજ્ય મુનિશ્રી સર્મતભદ્ર મહારાજની આજ્ઞાથી, વિશિષ્ટ નિયમ-વ્રતોને અંગીકાર કરી. આત્માનંદજી નામ ધારણ કર્યું. * ઇ.સ. ૧૯૮૪, ૧૯૮૭ અને ૧૯૯૦માં વિદેશયાત્રાઓ દ્વારા ત્યાંની ભારતીય જનતામાં સાંસ્કૃતિક-આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો. ઇ.સ. ૧૯૯૩માં શિકાગોની વિશ્વ-ધર્મ-પરિષદમાં ભારતીય સંસ્કૃતિ, જૈન અધ્યાત્મસાધના અને શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનને સચોટ રીતે રજૂ કરીને તેઓશ્રીએ ધર્મ પ્રચારના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું. સ્વામી શ્રી આત્માનંદજીએ સરસ્વતી માતાની સાધનાના ફળરૂપે સમાજને અનેક ગ્રંથો ભેટ ધર્યા છે અને સમાજના વિશાળ વર્ગને સંસ્કારી, આધ્યાત્મિક, અધિકૃત અને ઉપયોગી પાથેય પૂરું પાડ્યું છે. ગ્રંથોની વિગત કવર ઉપર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60