________________ જીવનની ઉન્નતિના સોનેરી સૂત્રો પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. આવક કરતાં ખર્ચ ઠીક ઠીક ઓછો રાખજો, જેથી જીવન ચિંતામુકત અને કરજ વગરનું રહી શકશે. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ શકશે. સંપત્તિનું જતન કરો તેટલું જ જતન, સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. સ્વચ્છ તા અને વ્યવસ્થાના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખી, તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપપૂરતી અને આદરદેવાવાળી રાખજો. ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર અને નિયમિત વાંચન કરો. શ્રધ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકારો. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્વયવાળા બનો. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો; જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org