Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 57
________________ યોગાચાર્ય દુષ્યંત મોદીનો પરિચય યોગાચાર્ય દુષ્યંત મોદી - વડોદરાનો જન્મ રાજપીપળા (જિ. નર્મદા)માં તા. ૨૬-૮-૫૩ના રોજ થયેલ તેઓએ તેમના ૫. પિતાશ્રી કમલેશ મોદી તથા પૂ. માતુશ્રી વિલાસબહેનના સંસ્કારરૂપી પ્રેરણા અને માર્ગદર્શન નીચે શિક્ષણક્ષેત્રે B.Com, D.P.Ed. ડિગ્રી મેળવી હતી. ઉપરાંત વ્યાયામ રત્ન એક્યુપ્રેસર, યોગાસનનું સર્ટિફિકેટ કોર્સ કરેલ હતો. નાનપણથી એક્યુપ્રેસર રંગ ચિકિત્સા, આયુર્વેદ અને સ્વમૂત્ર ચિકિત્સા જેવા વિષયોમાં ખૂબ જ રસ હતો. વ્યાયામ વસુંધરા; વિદ્યાજગત; પ્રેરણા; યુગપ્રભાવ; સિન્થરો કૃષિ જીવન વિ. માસિકો ઉપરાંત છાપા; રેડિયો, ટેલિવિઝનના માધ્યમથી સારીએ ગુજરાતની પ્રજાને તેમના પત્ની નયનાબહેનના સહકારથી જાગ્રત કરેલ છે. * ગુજરાતની આરોગ્યપ્રેમી જનતાના લાભાર્થે નિઃશુલ્ક શ્રી અરવિંદ આશ્રમ - વડોદરાના સૌજન્યથી વડોદરા અને સમસ્ત ગુજરાતની હરકોઈ સામાજિક, આધ્યાત્મિક સંસ્થામાં યોગ-આરોગ્યની શિબિરનું સફળ સંચાલનનું આયોજન કરેલ હતું અને હજુ પણ કરે છે. સને ૧૯૭૯થી ’૯૯ એટલે છેલ્લા ૨૧ વર્ષના ગાળામાં મહર્ષિશ્રી અરવિંદ નિવાસ – શ્રી અરવિંદના શષ્ટ્રિય સ્મારક વડોદરાનો સહકાર મેળવી. સુંદર કાર્ય કરેલ છે. તેમની નિષ્ઠા અને નિષ્કામ સેવા બદલ શ્રી ગુજરાત સરકાર અને યોગ – નિસર્ગોપચાર બોર્ડ (ગાંધીનગર) તરફથી “સલાહકાર”નું માનદ્ પદ બક્ષેલ છે. - * સને ૧૯૯૦માં શ્રી બિનયનસીટી જુનિયર ચેમ્બર્સ વડોદરા તરફથી એક “આઉટસ્ટેન્ડીંગ યંગ ઇન્ડીયન”નો ઍવૉર્ડ તેમજ બીજા સંસ્કાર ઍવૉર્ડ વડોદરાના નગ૨જનોએ આપી સન્માનિત કરેલ હતા. * યોગ અને સ્વાસ્થ્યલક્ષી છેલ્લા ૨૦ વર્ષના અનુદાન બદલ મહર્ષિ સુશ્રુત ચેરીટેબલ ટ્રસ્ટ - ભાવનગર તરફથી સને ૧૯૯૬માં એક સર્ટિફિકેટ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60