Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 54
________________ ૪૪ યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો (૧) નિર્લસનતા : મહાવ્યસની કોઈ મનુષ્ય આધ્યાત્મિક બની શકતો નથી. (૨) નિ:સ્વાર્થતા : નિઃસ્વાર્થીપણું આધ્યાત્મિકતાનો પાયો છે. (૩) સત્સંગ અને સદ્વાંચન : આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે જે પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન જોઈએ તે આ બે મુખ્ય સાધનો દ્વારા મેળવી શકાય. સત્સંગ તે વધારે બળવાન સાધન છે. સદ્ગણોનો વિકાસ વિનય, સરળતા, ક્ષમા, અનાસક્તિ નિયમિતતા સમયનો સદુપયોગ, દયા, સત્ય વગેરે ગુણોનો વિકાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થતાં જીવન પવિત્ર બને છે. (૫) ધ્યાન: આધ્યાત્મિક અનુભૂતિની પ્રાપ્તિનું સાધકને માટે આ શ્રેષ્ઠ સાધન છે. નિર્મળ ચિત્ત એકાગ્ર થતાં, પરમ આનંદ, દિવ્ય-જ્ઞાન અને વિશ્વપ્રેમનો અનુભવ થાય છે, જે અધ્યાત્મજીવનનાં મુખ્ય લક્ષણો છે; માટે દરરોજ ઓછામાં ઓછી ૧૫ મિનિટ નિશ્ચિત બની સ્થિર આસન રહી મનને એકાગ્ર કરવું. માનવમૂલ્યોનો ક્રમિક વિકાસ : હેવાન, ઈન્સાન, ફિસ્તા ભાગ છે. આપણી જિંદગીમાં નિરંતર સુધરતા રહેવાનું છે. જેમ બાળકને શિક્ષણ અને સંસ્કારથી ભણતર અને ઘડતરની દિશામાં આગળ વધારીએ છીએ, તેમ જીવનરૂપી શાળામાં બધાય બાળક છીએ; તેથી દોષવિલય અને ગુણગ્રહણ દ્વારા આપણે જીવનને ઉન્નત બનાવવું છે. આપણા જીવનનું પૃથક્કરણ કરી, ઊંચી ઊંચી શ્રેણીને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરવાનો છે. હેવાન: બીજાને સુખી દેખી જે જલે અને દુઃખી દેખીને રાજી થાય, જેનું જીવન મહાવ્યસનોને આધીન હોય, જે ઝઘડાળું હોય, જેની વાણી કઠોર અને હૃદયવેધક હોય, જે દગાબાજ હોય અને ઉપકાર પ્રત્યે પણ કતબ હોય, જે ગુણવાનોમાં પણ દોષો જ દેખે અને નિજસુધારણા માટે કાંઈ જ તત્પરતા ન બતાવે તેવા મનુષ્ય હેવાન એટલે અધમાધમ કહેવાય છે. ઈન્સાન ઃ જેનામાં માનવતાનો ગુણ થોડે ઘણે અંશે પણ વિકાસ પામ્યો હોય તે માનવ. તે સૌના સુખમાં રાજી અને પ્રયત્નવાન હોય છે. ઘરમાં, સંસ્થામાં, સમાજમાં, વિશ્વમાત્રમાં – સૌ સાથે તે પ્રેમમય વ્યવહાર કરવા તત્પર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60