________________
યોગનું ચોથું અંગ ઃ પ્રાણાયામ
પ્રાણાયામ : અષ્ટાંગયોગમાં પ્રાણાયામ એ ચોથું અને મહત્ત્વનું અંગ છે. પ્રાણાયામ એટલે પ્રાણની સ્વાભાવિક ગતિ વિશેષરૂપે નિયમિત કરવી તે. વળી, ભગવાન પતંજલિ કહે છે :
तस्मिनसति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायामः । પ્રક્રિયા : આપણે ડાબું અને જમણું એમ બે નસકોરાં દ્વારા શ્વાસપ્રશ્વાસની ક્રિયા કરીએ છીએ. આ
ક્રિયા બે માર્ગો દ્વારા થાય છે : જમણા નસકોરાના પ્રાણપ્રવાહને સૂર્યનાડી’ કહે છે અને ડાબા નસકોરાના પ્રાણપ્રવાહને ચંદ્રનાડી' કહે છે. બંને પ્રાણપ્રવાહો અંદર જતાં મળી જઈને જે ત્રીજો પ્રાણપ્રવાહ બન્ને છે અને બંને નસકોરાંથી એકીસાથે વહે છે તેને સુષુમ્હા નાડી' કહે છે.
પ્રાણને ઉચ્છ્વાસથી સંપૂર્ણ બહાર કાઢી તેની ગતિને રોકવાની ક્રિયાને રેચક’ પ્રાણાયામ કહે છે અને પ્રાણને શ્વાસથી અંદર લઈ તેની ગતિને રોકવાની ક્રિયાને પૂરક’ પ્રાણાયામ કહે છે. આ રીતે સંપૂર્ણપણે અંદર રોકેલા પ્રાણને “આંતરકુંભક’ અને સંપૂર્ણપણે બહાર કાઢેલા પ્રાણને બાહ્યાકુંભક' કહે છે. શ્વાસોચ્છ્વાસની ગતિને એટલે કે પ્રાણને જ્યાંનો ત્યાં અટકાવી સ્થિર રાખવાની ક્રિયાને ‘કેવળ કુંભક’ પ્રાણાયામ કહે છે. વિનાપ્રયત્ને જ્યારે કેવળ કુંભક સ્થિર થાય ત્યારે તે સિદ્ધ થયો કહેવાય. આ પ્રાણાયામ આત્મપ્રકાશ કરનારો હોવાથી સર્વોત્તમ છે.
Jain Education International
પ્રકારો : તેમનાં નામો આ પ્રમાણે છે કઃ (૧) સૂર્યભેદન (૨) ઉજ્જાયી (૩) સીત્કારી (૪) શીતલી (૫) ભસ્ત્રિકા (૬) ભ્રામરી (૭) મૂર્છા અને (૮) પ્લાવિની. અનુલોમવિલોમ સિવાય બીજા આઠ પ્રકારના પ્રાણાયામ છે.
ઉપયોગિતા : પ્રાણાયામથી ચિત્ત શુદ્ધ થાય છે અને એકાગ્ર બને છે, સ્મરણશક્તિ અને ધારણાશક્તિ વધે છે તેમજ સૂક્ષ્મ સત્યો સમજવાની અને પ્રકટ કરવાની શક્તિ આવે છે. માનસિક કાર્ય કરનારા અને આત્મોન્નતિ ઇચ્છનારા સર્વ માટે, વિશેષતઃ વિદ્યાર્થીઓ માટે પ્રાણાયામ સર્વોત્તમ યૌગિક ક્રિયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org