________________
32
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો
પ્રાણાયામ વડે નાડીસમૂહ શુદ્ધ થાય છે, તેથી અભ્યાસીનું શરીર કાંઈક અંશે કૃશ થવા છતાં કાંતિવાળું બને છે. વળી, લોહીમાં પ્રાણવાયુ (ઓક્સિજન) વધુ પ્રમાણમાં ભળવાથી લોહી શુદ્ધ બને છે અને રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
યોગનું પાંચ એગ: પ્રત્યાહાર
બહિર્મુખતામાં રાચતી અને રખડતી ઈન્દ્રિયો અને મનને ત્યાંથી પાછાં વાળીને અંતર્મુખ કરવાં તેને પ્રત્યાહાર કહેવાય છે. ચિત્તવૃત્તિને અંતર્મુખ કરવામાં ઇન્દ્રિયસંયમ ઉપકારી છે. માટે જે ચિત્તવૃત્તિ સ્પર્શ દ્વારા, રસાસ્વાદ દ્વારા, ગંધ દ્વારા, આંખો દ્વારા અને શબ્દો દ્વારા બહાર જાય છે તેને અંતર્મુખ કરવા ઇન્દ્રિયરૂપી ઘોડાઓ ઉપર યોગ્ય લગામ જરૂરી છે. વિવેકથી, સમજણથી, ધીરજથી અને દઢ સંકલ્પથી, વારંવાર અભ્યાસ દ્વારા ક્રમે ક્રમે આપણે ઇન્દ્રિયો અને મનની અંતર્મુખતાની ટેવ પાડી શકીશું.
આહાર નિદ્રા સંયમ કેરું, જેને સાચું ભાન; તનમાં તેને રોગ ન રહેતા, મહીં નહીં અજ્ઞાન.
ન સુન, સુન, સુન બુરા... (૨) ન દેખ, દેખ દેખ બુરા.... (૨) ન બોલ બોલ બોલ બુરા.... (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org