________________
આરામ માટેનાં આસનો
જે આસનો કરવાથી શારીરિક અને માનસિક થાક દૂર થઈ તન તંદુરસ્ત અને મન ફૂર્તિલું બને છે તેવા આસનોને આરામ માટેનાં આસનો કહે છે. જેમાં શવાસન, મકરાસન અને બાલકાસનનો સમાવેશ થાય છે.
શવાસન
અર્થ: શવ એટલે મૃતદેહ. આ 4 આસનને શવાસન, મૃતાસન, ---શિથિલાસન યા શયનાસન કહે છે.
પૂર્વસ્થિતિ: જમીન પર પીઠ અડે તે રીતે, બન્ને પગ દોઢ ફૂટ પહોળા, પંજા બહારની તરફ ઢળેલા, ગરદન ઢીલી અને એક તરફ ઢળેલી રાખી તાણ ન આવે એ રીતે સૂઈ રહો.
ક્રિયાઃ (૧) સૌ પ્રથમ પાંચ ઊંડા શ્વાસ લઈ, પાંચ ૐકાર ધ્વનિ કરી મન ટેન્શનરહિત બનાવો.
(૨) હવે શરીરની તમામ નસો, બધા સ્નાયુઓ અને અવયવોને ઢીલા છોડી દો. અને ધીરે ધીરે તમારા મનને શ્વાસ-પ્રશ્વાસની ગતિ પર સ્થિર કરો. વચ્ચે વચ્ચે ૐકાર કે સોહમનું રટણ કરો કે હું શરીર નથી પરંતુ ચૈતન્ય શક્તિધારક, અજરઅમર આત્મા છું. શરીર મારી મોટર છે, હું આત્મા તો તેનો ડ્રાઇવર છું.
(૩) આ ઉપરાંત બ્રહ્માકુમારી સંસ્થામાં જઈ રોજ અડધો કલાક રાજયોગનો અભ્યાસ કરો તો શવાસનમાં ઘણો જ ફાયદો જણાશે.
ફાયદાઃ (૧) શવાસન વ્યક્તિને અંતરમુખી બનાવે છે માટે લાગણી-પ્રધાન, ઊર્મિપ્રધાન, ધમાલિયા અને ઉચાટ મનવાળા માણસોએ શવાસન અવશ્ય કરવું. જેથી હૃદયરોગ, બ્લડપ્રેશર જેવા રોગોથી બચી શકાય છે.
મકરાસન અર્થ: “મકર' એટલે મગર. આ આસનમાં શરીરની આકૃતિ જલાશયના કિનારા પર સૂતેલા મગર જેવી હોય છે. તેથી આને “મકરાસન' કહે છે.
ક્રિયા : આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને હાથની અદબવાળી તેના ઉપર માથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org