________________
૩૪
યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યો
વજ્રાસન અર્થ: આ આસનમાં બન્ને જાંઘ વજાકારે ગોઠવવામાં આવે છે. આ આસનમાં બેસનાર વ્યક્તિ વજ જેવી દઢતા મેળવી શકે છે. તેથી તેને “વજાસન કહે છે. ખાસ મુસ્લિમ તથા જૈન, બૌદ્ધ ધર્મના સાધકો પ્રાર્થના માટે આ આસનનો ઉપયોગ કરે છે.
પૂર્વતૈયારી : પદ્માસનના જેવી જ. સ્થિતિ : બન્ને પગ આગળ સીધા રાખી બેસો.
ક્રિયા: બન્ને પગને ઘૂંટણમાંથી વારાફરતી વાળો અને પગના પંજા પહોળા કરી નિતંબને તેની વચ્ચે જમીન ઉપર ધીરેથી ટેકાવો. આ સ્થિતિમાં પગનાં તળિયા ઉપર-તરફ અને બંને પગની એડીઓ જે-તે ભાગના સાથળને અડીને રહેશે. (જુઓ આકૃતિમાં)
લાભ : (૧) પદ્માસન ન કરનાર સાધક વજાસન કરીને પણ ધ્યાનની ક્રિયા કરી શકે છે. (૨) વીર્યની ગતિ ઊર્ધ્વ બનાવવા માટે આ આસન શ્રેષ્ઠ છે. (૩) ભોજન પછી અડધો કલાક આસનમાં બેસવાથી ભોજનનું પાચન સરળતાથી થાય
સમય : ૫ મિનિટથી ૩૦ મિનિટ. ધ્યાન માટે અર્ધપદ્માસન અને ખગાસન પણ ઉપયોગ કરી શકાય.
ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય, દૂધે વાળુ જે કરે તે ઘર વૈદ ન જાય
આહાર નિદ્રા સંયમ કેરું. જેને સાચું જ્ઞાન, મનમાં તેને રોગ રહે ના મનમાં ને અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org