Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 38
________________ યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો એટલા દૂર રાખો. બંને પંજા વચ્ચે સાધારણ અંતર રાખો. (જુઓ સ્થિતિ નં. ૨) - ક્રિયા પૂરક કરતાં કરતાં કમરને ધીમે ધીમે ઉપર તરફ ઉઠાવો અને સ્થિતિ નં. ૩માં આવો. ઉપર્યુક્ત સ્થિતિમાં યથાશક્તિ કુંભકમાં રહો. રેચક કરતાં કરતાં મૂળ સ્થિમાં પાછા આવો. સૂચના : કમરને ઉપર ઉઠાવતી વખતે ખભા અને બંને પગના પંજા જમીન સાથે ચોટેલા રહેવા જોઈએ. જેઓ ઉષ્ટ્રાસન ન કરી શકતા હોય તેઓ આ આસન કરી ઉષ્ટ્રાસનના લાભ મેળવી શકે છે. લાભઃ આ આસનમાં મુખ્યત્વે કરોડરજ્જુ પર ખેંચાણ આવતું હોઈ તે સ્થિતિસ્થાપક બને છે. આ આસન કમરના દુખાવામાં ઘણું જ અસરકારક છે. આ આસનમાં છાતી તેમજ જાંઘના સ્નાયુઓ પર ખેંચાણ આવતું હોઈ તે વધુ મજબૂત બને છે. ઉષ્ટ્રાસનના તમામ લાભ આ આસનથી મળે છે. સમય: ૧૦થી ૩૦ સેકન્ડ પાંચ વખત કરો. સર્વાગાસન અર્થ: થાઈરોઈડ ગ્રંથિને પોષણ આપનારું, સ્વપ્નદોષ મટાડવામાં અને બ્રહ્મચર્યમાં મદદરૂપ બનનારું, સર્વ અંગને સક્રિયતા બક્ષનારું આસન એટલે જ “સર્વાગાસન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને પગને સીધા રાખી આરામથી પીઠ પર સૂઈ જાઓ. હવે ધીરે ધીરે પૂરક કરતાં કરતાં બન્ને પગને અનુક્રમે ૩૦° ૬૦° ૯૦ના ખૂણે લાવો. અહીં યથાશક્તિ કુંભકમાં રહો. હવે રેચક કરતાં કરતાં શરીરને સર્વાગાસનની સ્થિતિમાં લાવો. અહીં સામાન્ય શ્વાસોચ્છુવાસમાં રહો, હવે ધીરે ધીરે પૂરક કરતાં કરતાં બંને પગને કાટખૂણે લાવો. અહીં કુંભકમાં થોડો વખત રહો અને રેચક કરતાં કરતાં શવાસનમાં શરીરને સ્થિર કરો. તો છે, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60