________________
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો
ભુજંગાસન.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ પૂરક કરતાં કરતાં બન્ને હાથના ટેકાથી માથું, ખભા અને છાતીનો ભાગ ધીમે ધીમે કમર સુધી ઊંચો કરો. (જુઓ આકૃતિમાં ૨) થોડી વાર એ જ સ્થિતિમાં શ્વાસ રોકી રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. (જુઓ આકૃતિમાં ૧)
શલભાસન
અર્થ: લીવર, કીડની, પેન્ક્રિયાસના રોગોમાં રાહત આપનારું, કબજિયાત, ગેસ, મેદમાં ફાયદો કરનારું, તીડના જેવા આકાર જેવું આસન એટલે “શલભાસન” આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ પૂરક કરતાં કરતાં પાછળથી બન્ને પગ અને આગળથી કમરથી માથા સુધીના ભાગને ઘૂંટી સુધી ઉપર ઉઠાવો. (જુઓ આકૃતિ - ૨) થોડી વાર શ્વાસ રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિમાં પાછા આવો (જુઓ આ. ૨)
ધનુરાસન
અર્થ: ભુજંગાસન અને શલભાસન બન્નેના ફાયદા આપનારું ધનુષ જેવો દેખાવ કરનારું આસન એટલે “ધનુરાસન'.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પૂરક કરતાં કરતાં આગળથી માથું
અને છાતી અને પાછળથી પગ સાથળમાંથી ઉપર ઉઠાવો. થોડી વાર આ સ્થિતિમાં શ્વાસ રોકી સ્થિર રહો (જુઓ આ. ૨) હવે રેચક કરતાં કરતાં મૂળ સ્થિતિ આકૃતિ ૧માં પાછા આવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org