Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 33
________________ સ્વાથ્ય માટેનાં આસનો ભાગ-૧ ૨૩. સૂચના: આખા શરીરનું વજન પગ ઉપર આવે તેમ બેસવાનું છે. જમણા હાથને માથાની ઉપર ઊંચો રાખીને વાળો. તેવી જ રીતે ડાબા હાથને પણ માથાની ઉપર ઊંચો રાખીને વાળો. લાભ : સારણગાંઠના દર્દમાં રાહત થાય છે તેમજ રોગ મટે છે. પીઠ, ખભા અને હાથના સ્નાયુઓ ઉપર ખેંચાણ આવવાથી તે મજબૂત બને છે. સ્ત્રીઓના વક્ષસ્થળની વૃદ્ધિ માટે આ આસન ઉત્તમ છે. પગના સંધિવા (રહૂમેટિઝમ) માટે, ધ્યાન ને પ્રાણાયામ માટે તેમજ બ્રહ્મચર્યના પાલન માટે આ આસન અમોઘ છે. સમય : ૧થી ૨ મિનિટ. વિકાસન ત (૧) New = % અર્થ: મેરુદંડને સારો વ્યાયામ આપનારું અને અર્ધમત્સ્યદ્રાસનનું પૂરક આસન એટલે “વકાસન'. આ આસન જમણી તેમજ ડાબી એમ બંને બાજુ કરી શકાય છે. સ્થિતિ : પ્રથમ બંને પગ સીધા લંબાવીને બેસો. હાથ સાથળની બાજુએ મૂકો. કરોડને સહેજ ટટ્ટાર કરો. (જુઓ સ્થિતિ નં. ૧) ક્રિયા: શ્વાસ લેતાં લેતાં પૂરક કરતાં કરતાં) જમણા પગને ઘૂંટણમાંથી વાળી તેનો પંજો ડાબા પગના ઘૂંટણ પાસે મૂકો. (જુઓ સ્થિતિ નં. ૨, એ જ વખતે ડાબા હાથની બગલ જમણા પગના ઘૂંટણ પાસે લઈ જઈ ડાબી હથેળી જમણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60