________________
વોને બોજ નિયમ
યોગના આ બીજા અંગનું વર્ણન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે કર્યું છે.
આધ્યાત્મિક અનુપાલન પાંચ તત્ત્વોનો સમૂહ
સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વરપ્રણિધાન શૌચ સંતોષ ને તપ, સ્વાધ્યાય દેવની સ્મૃતિ;
નિયમ પંચ જાણો આ, કરણ આસન સ્થિતિ. શૌચ : શૌચ એટલે પવિત્રતા અર્થાત શુદ્ધિ. સ્નાન-વિલેપન વગેરે કરવાથી બાહ્ય શુદ્ધિ થાય છે પરંતુ સાચી શુદ્ધિ તો ભક્તિ-સ્વાધ્યાય-ધ્યાન આદિ દ્વારા કામ-ક્રોધ-લોભાદિરૂપ વિકારોને ઘટાડવાથી જ થાય છે, માટે તેવી અંતરંગ શુદ્ધિ દરેક સાધકનું મુખ્ય ધ્યેય છે.
સંતોષઃ પ્રમાણિકપણે યોગ્ય કામ કરીને પોતાને જે આજીવિકાદિ પ્રાપ્ત થાય તેમાં સંતુષ્ટ રહેવું અને પોતાના અધિકારનું ન હોય તેની ઇચ્છા ન કરવી તે સંતોષ છે. તૃષ્ણા અનંત છે, ગમે તેટલું મળે તો પણ માણસને ઓછું જ પડે છે, કારણ કે તૃષ્ણા વધી જાય છે.
તપઃ સમતાપૂર્વક શારીરિક, વાચિક કે માનસિક દુખ સહન કરવું તે તપ છે. જેમ અગ્નિ દ્વારા સોનામાં રહેલી મલિનતા દૂર થઈ જાય છે, તેમ તપ દ્વારા પોતાની જાતને તપાવવાથી આપણી મલિનતા દૂર થઈ જાય છે અને જીવન શુદ્ધ બને છે. ઉપવાસાદિક શારીરિક તપ છે. મૌન આદિ વાચિક તપ છે અને પરમાત્મચિંતન આદિ માનસિક તપ છે.
આખો પવિત્ર રાખ, સાચું તું બોલ;
ઈશ્વર દેખાશે તને શામળનો કોલ. સ્વાધ્યાય : આળસ છોડીને જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ કરવો તે સ્વાધ્યાય છે. જ્ઞાની પુરુષોએ જીવનને દિવ્ય અને આનંદમય બનાવવા માટે જે સન્શાસ્ત્રોની રચના કરી છે, અને પોતાની અનુભવવાણી આપણને આપી છે, તેનું શ્રદ્ધાપૂર્વક વાંચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org