Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય માનવજીવનને સારી રીતે સફળ બનાવવા માટે સ્વસ્થ શરીર, સત્ય-મધુર વાણી, પ્રફુલ્લિત મન અને સગુણોથી સુવાસિત પ્રસન્ન આત્મા – આ વસ્તુઓ આવશ્યક છે. આ યુગમાં મનુષ્ય બહારની સંપત્તિ અને સગવડો પુષ્કળ પ્રમાણમાં ઊભાં કર્યા છે, પણ પાયારૂપ આ ચાર વસ્તુઓને યથાયોગ્ય મેળવી નથી અને તેથી આજનો માનવ અશાંત અને ભયભીત છે. આ નાના પ્રકાશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નવી પેઢીને ઉપરોક્ત ચારેય વસ્તુઓની સરળ સમજણ આપવી તે છે. પ્રાપ્ત કરેલા જ્ઞાનને રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉતારવું, તેનું ક્રમિક શિક્ષણ આપવા માટે જુદા જુદા પાઠરૂપે તેનું આયોજન કરેલ છે. આ પુસ્તકના સમગ્ર પ્રકાશકીય આયોજનમાં સેવામૂર્તિ, મુરબ્બી શ્રી જયંતિભાઈ ત્રિકમલાલ સંઘવીએ સ્વૈચ્છિક પ્રેમ-પરિશ્રમ કરેલ છે, જે બદલ તેમને અનેકશઃ ધન્યવાદ. આ સંસ્થા છેલ્લાં વીસ વર્ષોથી શિષ્ટ, સંસ્કારસિંચક અને જીવનોપયોગી આધ્યાત્મિક સાહિત્ય પ્રગટ કરતી રહી છે. આશા છે કે ગુજરાતી ભાષા જાણનારી સમસ્ત જનતા આ પ્રકાશનને આવકારશે અને તેનો યથાપદવી સદુપયોગ કરી પોતાને અને અન્યને લાભાન્વિત કરશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ “તન મન ધનને અત્રનું, કે સુખ સુધા સમાન; આ અવનિનું કર ભલું, ભયભંજન ભગવાન” – શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથપ્રકાશન સમિતિ શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા (જિ. ગાંધીનગર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60