Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 6
________________ પાડયન જિંદગીના સર્વાગી વિકાસને માટે જરૂરી, અધિકૃત અને અનુભવપૂર્ણ માહિતીથી સભર એવું આ સર્વોપયોગી પુસ્તક ગુજરાતી સમજનારી જનતાની સેવામાં રજૂ કરતાં અમે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. આ યુગનો સામાન્ય માનવી, પ્રકૃતિમૈયાના ખોળેથી દૂર થઈને બનાવટી અને નકલી જીવન જીવવા લાગ્યો છે. આ કારણથી તેના જીવનમાં બધું જ બનાવટી છે. તેનું દૂધ, તેનું અનાજ, તેનાં કપડાં, તેનો શૃંગાર, તેની ઊંઘ, તેની શક્તિ, તેનું પરિભ્રમણ, તેનું બોલવું ચાલવું અને બેસવું-ઊઠવું બધું જ બનાવટી – નકલી – દેખાદેખીથી ઉદ્ભવેલું છે. આવા અકુદરતી માણસના જીવનમાં સુખ, શાંતિ, નિશ્ચિતતા, સરળતા, નિર્ભયતા અને મૈત્રી ક્યાંથી હોય? માણસનું શરીર તંદુરસ્ત બને, તેની વાણી સૌને શીતળ કરે, તેના મનના ઉમદા વિચારો અને સમજણ દ્વારા તે તનાવમુક્ત બને અને તેનું સમગ્ર જીવન પવિત્ર બને તે હેતુથી “યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યોની ત્રિવેણીના સંગમરૂપ આ પુસ્તક ગુજરાતની શાળાઓમાં યોગ અને સ્વાથ્યનું શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે દૃષ્ટિથી પ્રાસ્તુત કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ એવા મહર્ષિ પતંજલિ વિરચિત યોગદર્શન ગ્રંથના વિષયને કેન્દ્રમાં રાખીને, તેમાં દર્શાવેલા યોગના આઠ અંગોને સરળ અને સર્વોપયોગી પદ્ધતિથી ક્રમપૂર્વક રજૂ કરવાનો અમે ઉદ્યમ કર્યો છે. છેલ્લા ૬ પાઠોમાં જીવનને ઉત્તમ અને સફળ બનાવવા માટેનું રોજબરોજના જીવનનું સર્વાગી અને સર્વોપયોગી માર્ગદર્શન સંક્ષિપ્તમાં આપ્યું છે. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવી, સંગીતમય શૈલીમાં રજૂ કરવાથી નાના-મોટા સૌને તે સહેલાઈથી ગ્રાહ્ય બને છે તેથી યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદીની નિતિને પણ આ પુસ્તકમાં વણી લેવાનો પ્રયત્ન કરેલો છે. જેઓએ એક વાર યોગશિબિરમાં ભાગ લીધો હોય તેઓને તે વધારે સહેલાઈથી ગ્રાહ્ય બની શકશે. યોગ અને સ્વાથ્યની કેળવણી વિદ્યાર્થીઓને શાળાકક્ષાએ આપવી એવી ભારત સરકાર અને ગુજરાત સરકારની નીતિ તાજેતરનાં વર્ષોમાં રહી છે. આ નીતિના અનુસંધાનમાં તા. ૨૫-૯૪થી ૨૨-૫-'૯૪ દરમિયાન, ગુજરાત સરકારના શિક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60