Book Title: Yoga Swasthya ane Manav Mulyo Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ છે અને પૂજ્યશ્રી પાસેથી વ્યક્તિગત જીવનવિકાસનું આયોજન અને માર્ગદર્શન લઈ પ્રોત્સાહિત બને છે. ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિ સંસ્થા તેના ઉદ્દગમકાળથી જ પ્રાચીન સાહિત્યથી પ્રારંભ કરીને અત્યાર સુધી થઈ ગયેલા મહાન ધર્માચાર્યો, પ્રભાવશાળી સંતો અને શિષ્ટ સાહિત્ય ઉપાસકોની વાણીને આધારે સુંદર પુસ્તકો બહાર પાડે છે. આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૪૫ ઉપરાંત નાના મોટા ગ્રંથો પ્રકાશિત થયેલ છે. આગામી વર્ષોમાં વિવિધ ઉપયોગી વિષયો પર હિંદી-અંગ્રેજીમાં નાની નાની પુસ્તિકાઓ પ્રગટ કરવાનું નક્કી થયેલ છે. આ સિવાય દિવાળી કાર્ડની જગ્યાએ પ્રતિવર્ષ સર્વોપયોગી નૂતન વર્ષાભિનંદન પુસ્તિકાઓ સાધારણ કિંમતે મોટી સંખ્યામાં બહાર પાડવામાં આવે છે. સંસ્થાનું મુખપત્ર દિવ્યધ્વનિ આત્મધર્મને ઉપદેશસંસ્થાનું આ આધ્યાત્મિક માસિક છેલ્લાં ૧૯ વર્ષોથી નિયમિતપણે પ્રગટ થાય છે. તેમાં પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીની સમન્વયકારી વિચારધારાને અનુરૂપ, અનેક આચાર્યો-સંતોના વચનો અને વિદ્વાનોના લેખો પ્રકાશિત કરવામાં આવે છે. આ માસિકમાં તાત્ત્વિક, સર્વાંગસુંદર અને સમાજોપયોગી સામગ્રી પીરસવામાં આવે છે, જેથી સમાજના અનેક વર્ગોને સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક પાથેય ઉપલબ્ધ થઈ શકે. આ માસિકને વધુ રસમય, વૈવિધ્યપૂર્ણ અને લોકોપયોગી બનાવવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. હાલ સભ્ય સંખ્યા લગભગ પાંચ હજારની છે. કેવી રીતે પહોંચશો ? અમદાવાદથી ૧૬ કિ.મી. અને ગાંધીનગરથી ૧૦ કિ.મી.ના અંતરે, અમદાવાદગાંધીનગર હાઈવે પર કોબા સર્કલ પાસે, સાબરમતી નદીની નજીક, શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં આ સાર્વજનિક સંસ્થા આવેલી છે. ૧.રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનથી રિક્ષા મારક્ત સાબરમતી ટોલનાકા આવવું. ત્યાંથી ચાલુ રિક્ષામાં પ થી ૬ વ્યક્તિ બેસાડે છે, જેના વ્યક્તિદીઠ રૂ. પ/લે છે. સાબરમતી રેલવે સ્ટેશને ઊતરો તો ત્યાંથી સાબરમતી ટોલનાકા આવી ઉપર મુજબ કેન્દ્રમાં પહોંચી શકાય છે. ૨. એસ. ટી. બસ દ્વારા અમદાવાદ ગીતામંદિર એસ. ટી. સ્ટેન્ડ નં. ર (ઉત્તર ગુજરાત વિભાગ) તથા પ્લેટફોર્મ નં. ૫ ઉપરથી ઊપડતી લગભગ બધી લોકલ બસોમાં બેસીને કોબા સર્કલ સ્ટેન્ડે ઊતરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60