________________
મીનવનું વ્યક્તિત્વ અને વર્તમાન સંદ
સામાન્ય રીતે વિચારવામાં આવે તો માનવના વ્યક્તિત્વના બે વિભાગ છે. એક બાહ્ય જે શરીર સાથે સંબંધિત છે તે, અને બીજો અંતરંગ જે મન અર્થાત્ ચિત્ત સાથે સંબંધિત છે. વર્તમાન વિજ્ઞાનની પરિભાષામાં માનવ એક ભૌતિકમનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વ છે.
(Man is a psycho - Somatic entity)
આપણે આપણા જીવનને ઉન્નત બનાવવા માગતા હોઈએ તો જીવનમાં આ બંને પાસાંઓનો સંતુલિત વિકાસ સાધવો જોઈએ. આનો અર્થ એ થયો કેઃ * તન્ – દુરસ્ત – શરીરને તંદુરસ્ત રાખો. * મન્ – દુરસ્ત – મનને પવિત્ર – પ્રસન્ન રાખો. * ખુદા - પરસ્ત – તો ભગવાનની આસ્થા અને કૃપા પ્રાપ્ત થશે.
આ બે મુખ્ય પાસાંઓ સાથે બીજા પણ કેટલાક મુદ્દાઓ સંકળાયેલા છે, અને તે છે જીવનનાં આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પાસાઓ. પરંતુ આ બધાં પાસાઓનો માત્ર પ્રાસંગિક ઉલ્લેખ જ વર્તમાન કૃતિમાં કરેલ છે. છેલ્લાં ત્રણ પ્રકરણોમાં સામાન્ય માણસ સમજી શકે તે પ્રકારે આધ્યાત્મિક પાસાઓને 1. પણ આવરી લીધાં છે; કારણ કે માનવીય વિકાસની ચરમસીમા અધ્યાત્મશાંતિ છે; અને આ પુસ્તકની પ્રકાશક સંસ્થાનું મુખ્ય ધ્યેય પણ અધ્યાત્મવિદ્યાના પ્રયોગ, પ્રસાર અને પ્રચારનું છે.
સામાન્યપણે છેલ્લાં ૧૫૦ વર્ષોમાં અને વિશેષપણે છેલ્લાં લગભગ ૫૦ વર્ષોમાં માનવજાતે ભૌતિક વિકાસમાં હરણફાળ ભરીને બાહ્યા જીવનને લગતી દરેક પ્રકારની સુખ-સામગ્રીની વસ્તુઓ પ્રાપ્ત કરી છે. અમેરિકા-યુરોપના દેશો તેમાં અગ્રણી રહ્યાં છે. ભારતદેશમાં પણ છેલ્લાં ૨૦ વર્ષમાં ભૌતિક સંપત્તિનાં સાધનોની પ્રચુરતા દેખવામાં આવે છે.
આવ', બાહ્ય વિકાસને પામવાથી આપણે વ્યક્તિગત કે સામૂહિક સ્તરે સંપ, શાંતિ, પ્રેમ, નિર્ભયતા, પરસ્પર વિશ્વાસ, સત્સાહિત્ય સર્જન અને પ્રકાશન, ન્યાયપૂર્ણ નિશ્ચિત જીવન અને સદ્દગુણોના વિકાસને સાધી શક્યા છીએ? જો આ બધું પ્રાપ્ત ન કર્યું હોય તો આપણે વિકાસ પામ્યા ગણાઈએ ખરા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org