________________
-
:
યૌગિક પૂરક ક્રિયા નં. ૧
સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. (૨) બન્ને પગ ઘૂંટણમાંથી વાળીને પગની એડીઓ સીધી હાથની આંગળીઓને અડે એ રીતે રાખો. (૩) બન્ને હાથના પંજા માથા નીચે એકબીજા પર મૂકો.
કિયા : (૧) પ્રથમ પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યારબાદ રેચક) શ્વાસ કાઢતાં ૐ ધ્યાનમાં ધીરે ધીરે ડાબા પગના ઘૂંટણને જમણા પગતા પંજા પાસે અડાડવા પ્રયત્ન
કરો. આ વખતે જમણો પગ મૂળ સ્થિતિમાં ઊભો જ રહેવો જોઈએ. અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે જે ડાબા પગનો ઘૂંટણ જમણા પગના પંજા પાસે અડાડેલો છે તેને ધીરે ધીરે પૂરક) શ્વાસ લેતાં લેતાં ઊભો કરો અને મૂળ સ્થિતિમાં લાવો. (૪) તે જ પ્રમાણે ઉપરોક્ત ક્રિયા જમણા પગના ઘૂંટણથી કરો. આમ પાંચ વખત ક્રિયા કરો. (૫) ક્રિયાને અંતે શવાસનમાં આવો.
સૂચના: (૧) સમગ્ર ક્રિયા દરમિયાન કોણીઓ જમીનથી ઊંચી ન થવી જોઈએ. (૨) સમગ્ર ક્રિયા શાંત ચિત્તે, ધીરે ધીરે પૂરક રેચકના રીધમમાં કરવી. (૩) ઘૂંટણ પગના પંજાને શરૂઆતમાં ન અડકે, તો તેની ચિંતા ન કરવી. ધીરે ધીરે શક્ય જરૂર બનશે. (૪) ઝાટકા કે આંચકાથી ઘૂંટણ અડાડવાનો પ્રયત્ન લેશમાત્ર પણ ન કરવો.
લાભ : (૧) પેટના સ્નાયુઓને સારી કસરત મળે છે, જેથી પેટની બીમારીઓ – ગેસ વગેરે દૂર થાય છે. (૨) કમરનો સામાન્ય દુખાવો મટે છે અને કમરના સ્નાયુઓ મજબૂત બને છે.
યૌગિક પૂરક ક્રિયા ને ૨ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. બન્ને પગ ઘૂંટણમાંથી વાળી એકબીજાને અડાડીને રાખો. (૨) બન્ને હાથના પંજા માથા નીચે એકબીજા પર મૂકો. (જુઓ આકૃતિ નં. ૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org