Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 27
________________ યોગાભ્યાસ માટેની સમજણ.. યૌગિક પૂરક ક્રિયા નં. ૬ સ્થિતિ : (૧) “શવાસન” : પીઠ પર બન્ને હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી રાખી, બન્ને પગ સાધારણ ખુલ્લા રાખી સૂઈ જાઓ. ક્રિયા: (૧) બન્ને હાથ ખભાને સમાંતર રાખી ડાબા પગના પંજા પર જમણા પગની. - એડી મૂકો. (૨) એક ઊંડો શ્વાસ પૂરક) લઈ યથાશક્તિ શ્વાસ રોકી (કુંભક) શ્વાસ છોડતાં છોડતાં ધ્વનિ (આકૃતિ નં. ૧) બનાવો. (૩) તે જ પ્રમાણે આકૃતિ નં. રની ક્રિયા કરવી. લાભ : (૧) કરોડરજ્જુની સુંદર મજાની માલિશ થાય છે. સમયઃ બંને બાજુ પાંચ પાંચ વખત ક્રિયા કરવી. યૌગિક પૂરક ક્રિયા નં. ૭ સ્થિતિઃ બન્ને પગ ઘૂંટણમાંથી જ વાળી, દોઢ ફૂટ પહોળા કરી, બન્ને હાથ દાઢી નીચે રાખી છાતી પર ઊંધા સૂઈ - જાઓ(જુઓ આકૃતિમાં) , આ ક્રિયા: (૧) સામાન્ય શ્વાસ સાથે પ્રથમ ડાબા પગના પંજાને જમણા પગના ઘૂંટણ પાસે લઈ જાઓ અને જમીન સાથે અડકાડો. (૨) તે જ પ્રમાણે જમણા પગના પંજાની ક્રિયા કરો. (૩) વારંવાર આ ક્રિયા કરો, લગભગ પાંચથી સાત વખત. સૂચનાઃ (૧) પેટમાં ગેસ હોય, પેટ મોટું હોય તથા પેટનું માલિશ કરવું હોય તો આ ક્રિયા કરતાં પેટ નીચે ઓશીકું મૂકીને ક્રિયા કરો. લાભઃ (૧) પેટ સરળતાથી સાફ આવે છે. જેથી પેટના રોગો થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60