Book Title: Yoga Swasthya ane Manav Mulyo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 25
________________ યોગાભ્યાસ માટેની સમજણ... ૧૫ ક્રિયા: (૧) પ્રથમ પૂરક) શ્વાસ અંદર લો. (૨) ત્યારબાદ (રેચક) શ્વાસ કાઢતાં કાઢતાં ૐ ધ્વનિમાં ધીરે ધીરે ડાબી બાજુ પર લઈ જાઓ. અને ઘૂંટણ ડાબી બાજુ જમીન સાથે અડાડો. અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક શ્વાસ લેતાં લેતાં પાછા આવો. (૪) તે જ પ્રમાણે જમણી બાજુ ક્રિયા કરો. (૫) સમગ્ર ક્રિયા પાંચ પાંચ વખત કરો અને અંતે શવાસનમાં આવો. સૂચનાઃ (૧) બન્ને પગના પંજા અને ઘૂંટણ, સમગ્ર ક્રિયા કરતાં સાથે જ રહેવા જોઈએ. લાભ : (૧) ક્રિયા નં. ૧ના બધા જ લાભ ઉપલબ્ધ છે. યૌગિક પૂરક ક્રિયા નં. ૩ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. બન્ને પગને ઘૂંટણમાંથી વાળી એડીઓથી હાથની આંગળીઓને અડે તેટલી દૂર રાખો. (૨) જમણા પગને ઉપાડી એડીને ડાબા પગના ઘૂંટણ પર ગોઠવો. (જુઓ આકૃતિ) ક્રિયા: (૧) પ્રથમ પૂરક) કરો. (શ્વાસ અંદર લો) (૨) ત્યારબાદ (રેચક) શ્વાસ કાઢતાં કાઢતાં ૐ ધ્વનિમાં, ધીરે ધીરે જમણા પગના ઘૂંટણને નાક સુધી લાવો. અહીં સામાન્ય શ્વાસમાં થોડી વાર રહો. (૩) હવે મૂળ સ્થિતિમાં પૂરક) શ્વાસ લેતા પાછા આવો. (૪) તે જ પ્રમાણે ડાબો પગ ઉપાડી ઉપરોક્ત ક્રિયા કરો. (૫) આમ પાંચ પાંચ વખત ક્રિયા કરો. અને ક્રિયાને અંતે શવાસનમાં આવો. લાભ : (૧) ક્રિયા નં. ૧ના બધા જ લાભો ઉપલબ્ધ છે. યૌગિક પૂરક ક્રિયા નં. ૪ સ્થિતિઃ (૧) પીઠ પર સૂઈ જાઓ. બન્ને હાથના પંજા માથા નીચે મૂકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60