________________
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો અહીં કહેવાનો આશય મુખ્યપણે એ જ છે કે યોગ, સ્વાચ્ય-શિક્ષણ અને અધ્યાત્મની માનવીને આજે જેટલી જરૂર છે તેટલી ક્યારેય નહોતી. અગ્રિમતાના ધોરણે આ વસ્તુઓને આપણા જીવનમાં વ્યક્તિગત અને સામૂહિક સ્તરે અપનાવવાથી જ આજની દુનિયાના હિંસા, આતંકવાદ, દાણચોરી, પરસ્પર ઝઘડાઓ, શોષણનીતિ, યુદ્ધપરસ્તી, ભ્રષ્ટાચાર, અન્યાય, અણુયુદ્ધનો ભય, પર્યાવરણનાં પ્રદૂષણો, નશાખોરી, કેફી દ્રવ્યોની ગુલામી, દુરાચારીપણું, કૌટુંબિક ઝઘડાઓ, માનસિક બીમારીઓ અને અંધ અનુકરણથી ઊપજતા અનેક પ્રકારના પ્રશ્નોનું ઘણે અંશે નિરાકરણ કરી શકશે અને મનુષ્ય સાચો માનવ બનવાની દિશામાં આગળ વધી શકશે. આ કાર્ય કાંઈ બે-પાંચ વ્યક્તિઓનું નથી, તેમ વળી તે બે-ચાર વર્ષોમાં પાર પાડી શકાય એવું પણ નથી.
શાળામાં ભણતાં બાળકોને પદ્ધતિસર આ કે આવાં પુસ્તકોમાં પ્રતિપાદિત વિષયો સાથે નીતિ શાસ્ત્ર (Moral Science)નું જ્ઞાન આપવાથી આવતી પેઢી સત્યને સમજીને તેને ક્રમે ક્રમે સ્વીકારશે અને એકવીસમી સદીનો માનવ સુખ, શાંતિ અને નિર્ભયતાનો અનુભવ કરી શકશે એમ આશા રાખીએ. ચાલો આપણે સૌ શુદ્ધ બુદ્ધિથી આવો સહિયારો અને રૂડો પ્રયત્ન કરીએ.
સંયમ અને સાદાઈ વડે જ જીવનમાં શાંતિ ને સંતોષ અનુભવાશે માટે સંયમી અને સાદું જીવન જીવો
અવગુણ પોતાના જુઓ. ગુeણ બીજાના જુઓ
---
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org