Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 11
________________ ( ૯ પ્રસ્તાવના ) અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યકજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જયારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરંતુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા ૫. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠ ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગલ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 262