________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
કોઈ વાત ન લેવાઈ હોય તે સજજનોએ ક્ષમા કરવી.શ્રીમાન મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારે વિજાપુરની પડતી દેખી છે તેથી તેઓ વિજાપુરની ચડતી થાય એવા ઉપાય લેવા ખાસ લક્ષ્ય રાખશે એ લેખકને આન્તર અભિપ્રાય છે. ભાટની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. જેનોની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. બ્રાહ્મણો અને વહોરાઓની પૂર્વે પડતી હતી અને હાલ ચડતી છે. સથવારાની ચડતી છે. સંખ્યામાં, બળમાં, વ્યાપારમાં અને સત્તામાં જેને પાછળ પડવા લાગ્યા છે. બાળલગ્ન, કેળવણમાં ખામી-કુસંપ વગેરે કારણોથી જૈનેની પડતી થઈ છે. કણબી પાટીદારોમાં કેળવણીની ઘણી ખામી છે. મુસલમાનોમાં એકંદર રીતે અવલોકતાં સમાનતા છે પણ કંઈક ચડતી છે. વિજાપુરના લોકોમાં પરસ્પર દષ્ટિથી અવલોકતાં ચડતી પડતીને ખ્યાલ કર્યો પરંતુ અન્ય તાલુકાઓ કરતાં તે વિજાપુર હાલ પશ્ચાત છે. આત્મા પિતાને ઉદ્ધાર કરે છે વા પિતાને નાશ કરે છે. વિજાપુરની પડતીમાં વિજાપુરના લોકોનું અજ્ઞાન તથા દુર્ગણે કારણભૂત છે. માટે હવે વિજાપુરના લોકેાએ સ્પર્ધાના જમાનામાં આલસ્યની ઘેનમાં ન ઘેરવું જોઈએ, આરીસામાં પોતાનું પ્રતિબિંબ આબેહુબ પડે છે તઠત વિજાપુર વૃત્તાંત રૂપ આરીસાને અવલોકી વિજાપુરના જને પિતાનું સ્વરૂપ જાણું શુભપ્રગતિપથના પન્થી બનો. અમારાથી જેટલી બની તેટલી હકીક્ત પહેલવહેલી આ પુસ્તકમાં દાખલ કરી છે. જેને પિતાની જન્મભૂમિ માટે સ્વાર્પણની પ્રવૃત્તિ છે તે જન્મીને આ વિશ્વમાં સ્વપરનું શ્રેયઃ કરવા સમર્થ થાય છે. આગળ જેહ છે એવો નિશ્ચય કરી જેઓ વિવેકથી સાહસ કરે છે તેઓ કંઇક શુભ કરવાને સમર્થ થાય છે, બાલલગ્નના મહાપાપી યજ્ઞથી વિજાપુરના જનમાં બાળરંડા એની સંખ્યા વધી છે અને નિર્માલ્ય પ્રજા ઉત્પન્ન થવા લાગી છે માટે તે દુષ્ટ રીવાજને નાશ કરવા પ્લેગના રોગના નિવારણની પેઠે ચાંપતા ઉપાયે લેવાની જરૂર છે. મહાત્માઓ ગુરૂઓ શિખામણ આપી શકે છે. શુભ અશુભ માર્ગ દેખાડે છે પરંતુ વિવેકથી પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવી તે તે સર્વના સ્વતંત્ર વિચાર પર છે. જેને ઉદય થવાને હોય છે તેને સાચી શિખામણ બહાલી લાગે છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેઓને સવળું પણ અવળું પરિણમે છે એવાઓને શિખામણું ખરેખર ત્રિદેવની પેઠે શુભ પરિણમતી નથી. સત્ય સ્વાતંત્ર્ય, ઉદ્યોગ, શુદ્ધપ્રેમ, પરસ્પરોપકાર વગેરે ગુણે ખીલ્યાથી દેશની વા સમાજની ઉન્નતિ થાય છે. સત્ય ગુરૂઓની શિક્ષાને જેઓ પ્રાણાર્પણ કરીને આદરે છે તેઓનું કલ્યાણ થાય છે અને અણુમાંથી
For Private And Personal Use Only