Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તીની અને સરસ્વતીની સ્થાપના પૂર્વે ભોંયરામાં હતી પશ્ચાત ઉપરના ભાગમાં શ્રીવિદ્યાનન્દસૂરિએ કરી હતી. શ્રી સરસ્વતીની જે ગુરૂગમપૂર્વક મંત્ર વિધિ સહિત આરાધના કરે છે તેને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, અનેક વિદ્યાના અર્થોજનેએ વિજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં સરસ્વતીની આરાધના કરી છે અને તેઓને વિદ્યા પ્રાપ્તિ થઈ છે. પદ્માવતીના દેરાસરની પાસે ઉપાશ્રય હાલ વડીશાળના નામે પ્રસિદ્ધ છે અને ચિન્તામણિજીના દેરાસર પાસેને ઉપાશ્રય લડીશાળ, ( લઘુપિશાળ ) ના નામે પ્રસિદ્ધ છે. શ્રીમદ્ તપાગચ્છીય દેવેન્દ્રસૂરિના સમયમાં વીશાળ અને લહુડી પિશાળ એ બે ભેદ પડ્યા હતા. શ્રી જગતચંદ્રસૂરિના દેવેન્દ્રસુરિ અને વિજયચંદ્રસૂરિ એ બે શિષ્યો હતા. ખંભાતમાં શ્રી વિજયચંદ્રસૂરિને સમુદાય વડીશાળ (પષધશાળા ) માં રહે તેથી તેના નામથી વડી પિશાળવૃદ્ધપાશાલિકની ખ્યાતિ થઈ. શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ લઘુષિધશાળામાં ઉતર્યા તેથી તેમના સમુદાયની લઘુપિશાલિક નામથી ખ્યાતિ થઈ. તપાગચ્છના લઘુશાલિક આચાર્યો શ્રી પાર્શ્વનાથના મંદિર પાસેના ઉપાશ્રયમાં ત્રણ વર્ષ પૂર્વે ઉતરતા હતા. પાશ વર્ષ પૂર્વે તેમાં શ્રીરતવિજયજી રહેતા હતા તેમના પછી તેમના શિષ્ય શ્રી અમૃતવિજયજી રહેતા હતા. તેઓ વ્રજભાષા ગુર્જ. રભાષા અને સંસ્કૃત ભાષામાં કાવ્યો રચતા હતા. સં. ૧૯૬૦ માં શ્રી અમૃત વિજયજી દેહોત્સર્ગ થયે. વડાપશાળમાં નયસુંદર-રૂપસુંદર થયા અને સંવત ૧૯૩૫ માં બુદ્ધિસુંદર યતિજી વિદ્યમાન હતા. દેશાઈ દશાપોરવાડને પદ્માવતીના દેરાસરવાળો ઉપાશ્રય ગણાય છે. વડગચ્છના શ્રીપૂજ્યના શ્રાવક તરીકે હાલ પણ દેશાઈ દશાપોરવાડે છે અને તેમને ગુરૂ તરીકેના ધર્માચાર્યશ્રી પૂજ્યના લાગા તરીકે લાગા આપ્યા કરે છે પદ્માવતીના દેરાસર પાસેના ઉપાશ્રયમાં શ્રી નયસુંદરજી વાસ કરતા હતા. તેઓએ રૂપકુમાર રાસ-નળ દમયંતીને રાસ વગેરે રાસ રચ્યા છે. તેમની કવિત્વશક્તિ અભુત હતી. વિજાપુરમાં શ્રી પદ્માવતીનું મંદિર, ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ અને વિજાપુર તળાવમાં રહેલ કુંડ એ ત્રણ પ્રાચીન છે. બીજી વારના વખતમાં પદ્માવતીવાળું જિન મંદિર સંપૂર્ણ નાશથી બચી ગએલ છે અને ચિંતામણિપાર્શ્વનાથના દેરાસરની તે ચિંતામણિપાર્શ્વનાથ વગેરે પ્રતિમાઓ બચેલ છે તે ઉપરના લેખથી વાંચકે સમજી શકશે. શ્રી મહાવીર પ્રભુના દેરાસરને નાશ થતાં તે દેરાસરની પ્રતિમાઓને પદ્માવતી અને પાર્શ્વનાથના મંદિરમાં પાછળથી મૂકવામાં આવી હોય એમ અનુમાન થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93