________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) હક્ક જાળવી રાખવા સર્વ પ્રકારે પ્રયત્નશીલ થવું જોઈએ. આવા સમયમાં જેઓ ઉજવાના તેઓની દુર્દશા થવાની. વિજાપુરનાં નવ દેરાસરો, ૧૧-૧૨ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, સાધુઓ, સાધ્વીઓ વગેરેની સારસંભાળ રહે એવી ભવિષ્યની જૈન કેમ બાહેશ પાકે એવા સખ્ત ઉપાયો લેવા જોઈએ. પરસ્પર ધાર્મિક બાબતો અને વ્યાવહારિક બાબતેના ઝઘડાઓને દેશવટે દેઈ પરસ્પર એક બીજાના ભલામાં અદ્રોહથી વર્તવામાં આવશે તો વિજાપુરના જેને પિતાનું મહત્વ સંરક્ષી શકશે. બળકળવિના સંસારમાં મહત્વ નથી. હાલના જમાનામાં તે સારી રીતે જાણુને જેનેએ પ્રમાદને ત્યાગ કરવો જોઈએ. વ્યાપાર વગેરેમાં કુવાના દેડકા જેવા ન બનવું જોઈએ. વ્યાપારની સર્વશક્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ. બ્રહ્મચર્યને પુખ્ત ઉમર સુધી ધારણ કરી સર્વ શક્તિ ખીલવી સવીર્ય બનવું જોઈએ. નિર્વીર્યને જીવવું મુશ્કેલ છે. જે નિર્વીર્ય બને છે તે શક્તિમન્તના પગતળે કચરાય છે. જૈનસંધબળનો નાશ થાય એવી બાબતોથી સદા દૂર રહેવું જોઈએ જેનામમાં ફાટફુટ ન થાય એવા આગેવાન જૈનોએ ઉપાયે લેવા જોઈએ. સંપ વિના ઉન્નતિના માર્ગમાં એક ક્ષણ માત્ર પણ ઉભું રહી શકાય તેમ નથી. પ્રાણાદિકનો નાશ થયા છતાં પણ સંઘબળ કેરી રાખવું જોઈએ. હવે દેરાં નવકારશી, નાત જમણો વગેરેમાં વિશે ! ન મે હતું જેનામાં ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણી વધે એવા ઉપાયોમાં લક્ષ્મી ખર્ચવી જોઈએ.
વિજાપુર (વિશાપુર) માં સો વર્ષ પૂર્વે દેશનાં ત્રણસેં ઘર હતાં અને દરેકને ઘેર ઘેડાં હતાં, થોભણ દોસીને લાખી ગામના ભિલ્લે ભાલેડ માયું ત્યારે વિજાપુરથી ત્રણસે દોશીએ ઢાલ તરવાર બંદુક લઈને તથા વિજાપુરના કસ્બાતી મુસલમાને, અનેડીયા, મહુડી, ખડાયતા વગેરેના ઠાકરડાઓને સાથે લઈ લાખી ગામને બાળી મૂકયું હતું. તે દેશીઓનાં હાલ સાવન ઘર છે. વિજાપુરમાં સો વર્ષ પૂર્વે સાતમેં ઘર હતાં. તેમાંથી ઘણાં ન્યૂન થયાં છે. વિજાપુરમાં દેસીઓનું પૂર્વ ઘણું જોર હતું અને તે પ્રાયઃ પંદરમી પેઢીએ મુડેટીના ઠાકોરની પેઢીને મળે છે. તેઓ સૂર્યવંશી છે. તેઓ મારવાડના ભિન્નમાલ નગરમાંથી આવ્યા હતા. વીસાથીમાલીઓ પણ ત્યાંથી આવ્યા હતા. દેશીઓ ગોઠવા થઈને અવ આવ્યા હતા. વિજાપુરમાં ચાલીશ વર્ષ પૂર્વે અફીણનો ધમધોકાર વ્યાપાર ચાલતું હતું. વિજાપુરમાં વખારીયાનાં ઘર ઘણાં હતાં, હાલ થોડાં રહ્યાં છે. વિજાપુરમાં
For Private And Personal Use Only