Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩ ) સદુભાઈ તલકચંદ વગેરે છે પશ્ચાત ૧૮૮૦ લગભગમાં શ્રીઅરનાથનું દેરાસર થએલ છે. દેશી હઠીસંગ હેમચંદે શ્રીઅરનાથનું દેરાસર બંધાવ્યું છે. શ્રી શાંતિનાથનું દેરાસર સં. ૧૮૯૬ માં વિશાશ્રીમાલી શેઠ, બહેચર સીરચંદે બંધાવ્યું છે તે દેરાસરમાં ગોખલો છે તેમાં બહેચર સીરચંદની મૂર્તિ અને તેની બે સ્ત્રીઓની મૂર્તિ છે તેમાં સં. ૧૮૮૬-૯૮ ને લેખ છે. શેઠ બહેચર સીરચંદની પાસે ૧૮ અઢાર લાખ રૂપિયા થયા હતા. ગાયકવાડની સેનામાં કાઠીયાવાડમાં તેઓ સેનાના વ્યાપારી તરીકે બનીને ગયા હતા તેમાં તેમણે લક્ષ્મી સંપાદન કરી હતી. બહેચર સીરચંદની ગાદી પર હાલ શેઠ છગનલાલ બહેચર છે. શ્રી શાંતિનાથના દેરાસરમાં ભય છે. શ્રી ઋષભદેવના દેરાસરમાં ભોંયરું છે. શ્રી શાંતિનાથના દેરાસર પછી શ્રી મહાવીર પ્રભુનું મંદિર થયું છે. સં. ૧૯૦૩ લગભગમાં વિજાપુરના મૂળ રહેવાશી શેઠ વખતચંદ દોલતરામે શ્રી મહાવીર પ્રભુનું દેરાસર બંધાવ્યું છે. શ્રીવાસુપૂજ્યનું દેરાસર સં. ૧૯૩૩ લગભગમાં થયું છે, વખારીયા સીરચંદ રૂપચંદે શ્રી વાસુપૂજ્યનું દેરાસર બંધાવ્યું હતું. સં. ૧૯૨૭ ના શ્રાવણ સુદ ૧૦ દશમે શ્રીકશુનાથની પ્રતિષ્ઠા થઈ. સુરતી વીશાશ્રીમાલી શા. મૂલચંદ હીરાચંદની વિધવાબાઈ નવીબાઈએ દશ હજાર ઉપર રૂપિયા ખર્ચી કુંથેનાથનું દેરાસર બંધાવ્યું છે. સં. ૧૯૧૫ માં ઘાંટુમાં પ્રતિષ્ઠા કરીને કુંથુનાથની પ્રતિમા બેસાડવામાં આવી હતી. પશ્ચાત્ ઘાંટુ ગામમાંથી વસ્તિ ખાલી થઈ તેથી ઘાંટુમાંથી કુંથુનાથ વગેરેની પ્રતિમાઓને સં. ૧૯૨૪ માં વિજાપુરમાં ચિંતામણિના દેરાસરમાં લાવી મૂકી અને પશ્ચાત વિદ્યાશાળા પાસે કુંથુનાથના દેરાસરમાં સં. ૧૯ર૭ ના શ્રાવણ સુદિ દશમે પ્રતિષ્ઠા કરી પધરાવી. હાલ તે દેરાસરને વહીવટ સંઘ કરે છે. શ્રી પદ્માવતીના દેરાસરમાંથી ગોડી પાર્શ્વનાથની મૂતિને દેશવાડાના દેરાસરમાં સં. ૧૮૪૫ નો માહ સુદિ ત્રયોદશીના રોજે પ્રતિષ્ઠા કરી પધરાવવામાં આવી. હાલ ચિંતામણિપાર્શ્વનાથ, પદ્માવતી, મહાવીરપ્રભુ, કુંથુનાથ, વાસુપૂજ્ય, એ ચાર દેરાસરનો વહીવટ સંધ કરે છે. શેઠ દયાળજી દેવકરણવાળા શ્રી મહાવીર પ્રભુના દેરાસરનો વહીવટ કરે છે. શ્રી શાંતિનાથના દેરાસરનો વહીવટ શેઠ બહેચર સીરચંદના વારસ શેઠ છગનલાલ બેચર કરે છે. શ્રીરૂષભદેવના દેરાસરને વહીવટ શા. ફૂલંદ બાદરવાળા કચરાભાઈ કરે છે. હાલ કુંબાદેશીને વંશવાળ મણિલાલ ડાહ્યાભાઈ દેરાસરના વહીવટમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રી અરનાથના દેરાસરને વહીવટ શેઠ બબળચંદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93