Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શ્રીમાન પરમગુરૂ મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજના પ્રતિબોધથી નથુભાઈએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી. દેશી નથુભાઈ ઘરના સુખી હતા. તેમનામાં પ્રમાણિકપણું સારું હતું, તેથી વિદ્યાશાળાને સારી રીતે વહીવટ કરી શક્યા. શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી ધર્મસાગરજી મહારાજ આદિ મુનિરાજોના સમાગમમાં આવી શ્રાવકનાં વ્રત અંગીકાર કરવા સમર્થ થયા. ચિંતામણિ આદિ સંઘના દેરાસરોને તેમણે સારી રીતે વહીવટ કર્યો. વિજાપુરમાં સર્વે લેકોમાં તેમની સારી સાખ પડી. ધાર્મિક કાર્યો કરવામાં તેમણે સારી રીતે આત્મભોગ આપે, વ્યાપાર કરતાં તેમણે ધર્મકાર્ય કરે વામાં વિશેષ પ્રવૃત્તિ કરી હતી. વિજાપુર તાલુકામાં તેમના જેવા જેન કર્મ યેગીની ખોટ પડી છે તે પૂર્ણ થવી મુશ્કેલ છે. સં. ૧૯૭૧ માં તેમનું મૃત્યું થયું. તેમના મૃત્યુથી જૈન કમને એક જૈન રતનની ખોટ પડી છે. શેઠ નથુભાઈ મંછાચંદે ધાર્મિક અભ્યાસ કરવામાં અમને સ્વાત્મવત્ ગણી પર કાર્ય કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. તેમનાં પની જડાવે પણ સ્વફરજથી અમને સાહાય આપી છે. વિજાપુરના વિચાર વાતાવરણથી અમને પ્રગતિમાં વિશેષ લાભ મળ્યો છે. શ્રીમાન સેનાપાસખેલ સમશેર બહાદુર મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડની સરકારી ગુજરાતી શાળામાં અભ્યાસ કરવાથી વિદ્યાભિવૃદ્ધિમાં શુભ લાભ પ્રાપ્ત થયા છે; તેથી વિજાપુર વૃતાંત લખી વિજાપુરના લોકોને સ્વભાન કરાવવા પ્રવૃત્તિ થઈ છે. વિજાપુર ગાયકવાડ સરકારના તાબામાં છે. વિજાપુર તાલુકાના તાબે આશરે સો ગામ છે. વિજાપુર તાલુકાની ત્રણ લાખના આશરે ઉપજ છે. મહેવાસી તાલુકા તરીકે વિજાપુર તાલુકા પ્રખ્યાત છે. ગાયકવાડી રાજ્યમાં શૂરવીરપણા માટે વિજાપુર પ્રખ્યાત છે. ધીમંત ગાયકવાડ સરકારના રાજ્યમાં એકવીશ લાખ મનુષ્યની વસ્તિ છે. લગભગ ૩૧૦૦ ગામમાં એકવીસ લાખ વસ્તિ વહેચાએલી છે. ગાયકવાડી રાજ્યનું ક્ષેત્રફળ સવાઆઠ હજાર ચોરસ માઈલ જેટલું છે પરંતુ તેને વિસ્તાર અન્ય રાજ્યો સાથે મુલક સેળભેળ હેવાથી બહેળો છે. ગાયકવાડી રાજ્યમાં એક ધર્મ પાળનારી વા એક ભાષા બેલનારી વરિત નથી. હિંદુ, મુસલ્માન, પારસી, જૈન બ્રીતિ વગેરે ધર્મો પાળનારાની ગાયકવાડી રાજ્યમાં વસ્તિ છે. ગુજરાતી, મરાઠી અને ઉર્દુ એ ત્રણ ભાષા બોલાય છે. સાંસારિક રીવાજે પણ એક સરખા નથી. શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ સરકાર તખ્તનશીન થયા તે પૂર્વે કેળવણીને ખર્ચ ગાયકવાડી રાજ્યમાં પન્નર હજાર કરતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93