________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) પ્રાયઃ વધારે નહે. પાંત્રીશ વર્ષ થયાં એટલામાં તે લાખનું કેળવણું ખાતામાં ખર્ચ વધ્યું. હાલ કેળવણી ખાતાનું બજેટ વીશ લાખ રૂપિયાનું થયું છે. ગાયકવાડી રાજ્યમાં ગામોગામ ફરજીયાત સરકારી શાળા બોલવામાં આવી છે. ગાયકવાડી રાજ્યમાં કેળવણીની સંસ્થાઓ ૩૧૪૧ છે. જેમાંની ૬૫ અંગ્રેજીશિક્ષણ આપે છે. આ સંસ્થાઓમાં કુલ રપ૮૨૪૮ વિદ્યાર્થીઓ ભણે છે, જેમાં દોઢ લાખ છોકરો છે અને એક લાખ કન્યાઓ છે. આ પ્રમાણે ફરજીયાત શાળાઓ જે વીશ વર્ષ પર્વત ચાલશે તે વડોદરા ગાયકવાડી રાજ્યમાં કોઈ અભણ રહેશે નહિ. ગાયકવાડના અન્ય તાલુકાઓ કરતાં અને ચરોત્તર કરતાં તે વિજાપુર તાલુક ઘણો પાછળ છે. વિજાપુરમાં પહેલવહેલા અમારી ગૃહસ્થાવાસના મિત્ર દેશાઈ છોટાલાલ ધોળાભાઈ ગ્રેજ્યુએટ થએલ છે અને પરદેશમાં આફ્રિકા ખાતે પહેલવહેલા જનાર અમારા શ્રાવક શિષ્ય વાડીલાલ ચુનીલાલ છે કે જેઓ હાલમાં ત્યાં મૃત્યુ પામ્યા છે. વિજાપુરમાં પહેલવહેલા શાસ્ત્રી ગિરિજાશંકરભાઈ વિયાકરણાચાર્ય થયાસંસ્કૃત-અંગ્લીશ ભાષા વગેરેમાં અન્ય તાલુકાઓ કરતાં વિજાપુર ઘણું પાછળ છે. વિજાપુરના લોકોને પોતાની સ્થિતિનું ભાન થયા વિના તેઓ પ્રગતિ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનાર નથી. સ્વનગરના ઐતિહાસિક જ્ઞાનથી પિતાની ભૂમિ માટે માન પ્રગટે છે અને અન્ય કરતાં સ્પર્ધામાં આગળ ચઢાયું કે પાછળ રહેવાયું તેનું ભાન થાય છે. તથા સં૫પૂર્વક અન્ય દેશની સાથે સ્પર્ધા કરવામાં જાગ્રર્દશા પ્રાપ્ત થાય છે. અત એવ સર્વ દેશના ચડતી પડતીના ઈતિહાસનું ખાસ અવલોકન કરવું જોઈએજાગ્યા ત્યાંથી ઉઠે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણે આ શિખ હૃદયમાં ધારીને વિજાપુરના લોકોની સ્થિતિનું ભાન કરાવવા કંઈક અમારી પ્રવૃત્ત થઈ છે.
વિજાપુરનું વૃતાંત લખવામાં જે કોઈ લેખ બાકી રહ્યા હોય તે કંઈ સુધારવા જેવું હોય તેની સૂચનાઓ સજજન કરશે તે દિdીયાવૃત્તિમાં તેને સુધારો વધારો કરવામાં આવશે. વિજાપુરને કુંડને લેખ દિતલાવૃત્તિમાં દાખલ કરવામાં આવશે તેમજ અન્ય ઉપયોગી બાબતેને સજજને ચવશે તો તેને ગ્રહવામાં આવશે. ગમન કરતાં ખલન થાય છે તે પ્રમાણે કેટલીક ઐતિહાસિક બાબતેની કલ્પના કરીને અનુમાનપર આવતાં કંઈ
ખલન થાય એ સ્વાભાવિક છે તેથી કંઇ ખલન થયું અન્ય સેવાને લાગે તો તેઓએ અમને સૂચના કરવી-સર્વની ઈચ્છા પ્રમાણે લખાય એવું તે કથાથી બની શકે ? સંક્ષેપથી અત્ર બીને લખવામાં આવી છે તેથી
For Private And Personal Use Only