Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) સદ્વર્તન–શેઠમાં અનેક ગુણોએ વાસ કર્યો છે. કોઈના ભલામાં યથાશક્તિ ભાગ લેવાનું ચુકતા નથી. વ્યાપારી તરીકે પિતાની પેઢીને વ્યવહાર આજ સુધી તેમણે પ્રમાણિકપણથી ચલાવ્યો છે. એક હિંદુ વૈષ્ણવે તેમને કેટલાક રૂપિયા મહાદેવ વગેરેમાં ખર્ચવા માટે સંપ્યા હતા, તે રૂપિયા શેઠે વિજાપુરમાં મસીયા મહાદેવ, મહાલક્ષ્મી માતાનું દેરાસર કરાવવામાં તથા ખેડીયાર માતાનું સ્થાન સુધરાવવામાં તે ધર્મના લોકોની મારફત ખર્ચાવ્યા છે અને પિતાની પ્રામાણિકતાને સારી રીતે જાળવી છે. શેઠ મગનલાલ કંકુય. દમાં પરસ્ત્રી-સહદરતાને ગુણ ખીલે છે તથા દાક્ષિણ્યતાને ગુણ ખીલ્યો છે. સાર્વજનિક શુભ કાર્યો કરવામાં તેઓ યથાશક્તિ આત્મભોગ આપે છે.સર્વગુણી પરમાત્મા હોય છે. મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણો હોય એવો પ્રાયઃનિયમ નથી. શેઠ મગનલાલ એક ઉત્તમ ગૃહસ્થ તેથી તેમનામાં જે જે ધોળી બાજુ તરીકે ગુણો ખીલ્યા હોય તેનો ગુણાનુરાગદષ્ટિએ ઉતારો કરવામાં આવ્યો છે. હાલ તેઓની ૫૪ ચેપન્ન વર્ષના આશરેની ઉમર છે. તેમના કુટુંબને તેઓ સારી રીતે ચલાવે છે. તેમણે દુઃખ સુખના અનેક અનુભવ લીધા છે તેથી ગરીબોને સાહાસ્ય કરવામાં ખાસ લક્ષ્ય રાખે છે. તેમના નિરંતરના સહવાસથી શા. લલ્લુભાઈ કરમચંદમાં જૈનેન્નતિમાં ભાગ લેવાન ગુણ ખીલ્યો છે તેથી તેઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલના સંપૂર્ણ કાર્યમાં તથા અન્ય અનેક ધાર્મિક કાર્યોમાં યથાશકિત ભાગ લે છે. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના વ્યવસ્થાપક લલ્લુભાઇના સુઘટિત ઉચ્ચ વિચારોની શેઠ મગનલાલ પર અસર થઈ છે. શેઠ મગનલાલની સાથે લલ્લુભાઈને પુત્રવત્ સંબંધ છે. તેમની પ્રીતિથી લલ્લુભાઈની વ્યાવહારિક બાબતમાં ઉચ્ચ સ્થિતિ થઈ છે. વિજાપુરમાં આવનાર અમલદાર વર્ગની સાથે શેઠ મગનલાલને માયાળુપણાને સંબંધ વધતો જાય છે. વિજાપુરમાં ચાલતાં ધાર્મિકકેળવણીખાતાઓને યથાશકિત સાહાધ્ય કરે છે. કેળવણીના સંસ્કારોથી જે હૃદયનું ઉચ્ચ ચારિત્ર ખીલવું જોઈએ તે શેઠમાં કેળવણી પામેલાના સંસર્ગથી ખીલ્યું છે. મુંબઈમાં વસનાર વણથલીવાળા શેઠ દેવકરણ મળજીના મિત્ર તરીકે મગનલાલભાઈ પ્રસિદ્ધ છે તેથી શેઠ દેવકરણ ભાઈ પોતાની લક્ષ્મીને સદુપયોગ કરે છે તેમ મગનલાલભાઈ પણ ફુલ નહીં તે પુલની પાંખડીની પેઠે લક્ષ્મીનો સદુપયોગ કરે છે. નામ રહેતાં ઠક્કરે નાણાં નહી રહેત; કીતિ કેરાં કેટડા, પાડયાં નહી પડત. એ કહેવતને અનુસાર શેની દાનાથી તેમની કીર્તિ સદા અવિચલ રહેશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93