________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંડ પૃથ્વીની સમાનપરિપાટીથી કંઈક ઉંચા રહેતા હતા કે જેથી તે ધુળ વગેરેથી ઢંકાઈ જાય નહિ. કુવાઓ પણ એ ધરણને અનુસરી જ્યાં
દવામાં આવેલા હોય છે તે પૃથ્વીથી કંઈ ઉંચા કરવામાં આવે છે. એ પ્રમાણે વિચારતાં હાલ જે કુંડ છે તે હાલ ઘણો ઉંડે છે. તળાવની પાળથી તે દશ હાથ નીચો છે, પૃથ્વીથી દશ બાર હાથ તે નીચે છે તેટલી વા તેની અધિક પૃથ્વી ચડી ગઈ હોય એમ સ્વાભાવિક કલ્પના થાય છે. બસે વ હાથ દોઢ હાથ પૃથ્વી ચડે છે એમ કેટલાક ભૂસ્તર વિદ્વાન અનુમાન કરે છે તે પ્રમાણે અવલેતાં હાલનું વિજાપુર ત્રીજી વારનું વસેલું હોય એમ ખાસ અવાધાય છે. વિજયરાજના વખતમાં બંધાયેલા કુંડ હોય અને પશ્ચાત ચાવડા રાજાઓના વખતમાં સમાવી જીર્ણોદ્ધાર તરીકે લેખ કરાવ્યું હોય એમ પણ સંભાવના થાય છે.
પ્રથમ વસેલા વિજાપુરનાં અવશેષ, પ્રાચીન જૈનમંદિરથી માલુમ પડે છે. બીજી વાર સમરાવેલ વિજાપુરમાં અસલનાં જેનોનાં ચિતામણિ પાર્શ્વનાથ, પદ્માવતી, અને મહાવીર સ્વામીનાં મંદિરો મુખ્ય છે. પ્રથમથી વિજ્ય રાજાના સમયથી વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર હતું એમ સિદ્ધ થાય છે. પૂર્વના વિદેશી હુણ, શાક વગેરેની સ્વારીઓ પ્રસંગે ખાસ મંદિર ભાગવામાં આવતાં હતાં તેથી વિજાપુરમાં ચિતામણિ પાર્શ્વનાથ, મહાવીર જિન મંદિર બચી ગયાં હોય એમ લાગે છે. બીજીવાર સમરાવેલા વિજાપુરમાં પદ્માવતી, શતામણિ અને મહાવીર જિનમંદિર મજુદ હતાં એમ જૈનગ્રોથી સિદ્ધ થાય છે. વિક્રમ સંવત્ ૧૦ લગભગથી વિજાપુરમાં ધોળકાના રાજા વિધવળની આજ્ઞા પ્રવર્તતી હતી. વિજાપુરમાં વિજયધવળના પ્રધાન વસ્તુપાળ અને તેજપાળે ચિતામણિ પાર્શ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતું. વિક્રમ સંવત્ ૧૨૮૦ લગભગમાં જનવેતાંબર કોન્ફરન્સ હરેઠ સં. ૧૯૭૦ ના દીવાળીના ખાસ મોટા અંકમાં એક જૈનાચાર્ય કૃત પ્રાચીન જૈન પાવલી કપાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે વસ્તુપાળે અને તેજપાળે વિજાપુર (વિધાપુર) માં ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે. એ લેખ ઉપસ્થી સિદ્ધ થાય છે કે હાલ જ્યાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર છે ત્યાં પૂર્વ નહતું પણ જ્યારે વસ્તુપાળ અને તેજપાળે ચિતામણિ પાર્શ્વનાથ મંદિરને ઉદ્ધાર કરાવ્યો ત્યારે તે મંદિર હાલના વિજાપુરની પૂર્વે હતું એમ સિદ્ધ થાય છે. જ્યારે અલ્લાઉદીનના સમયમાં ગુર્જરત્રાતા મંદિર તોડવામાં આવ્યો તે સમયે ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર
For Private And Personal Use Only