Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) નિયમો અંગ્રેજી શાળાના પ્રસિદ્ધ પરમાર્થી માસ્તર કાળીદાસ ચુનીલાલ કીનખાપવાળા તરફથી ઘડાવી તૈયાર કરવામાં આવેલા છે. શેઠ મગનલાલે હાલ તે બોડીંગમાં રૂપીઆ ત્રણ હજારના વ્યાજની વાર્ષિક મદદ-આશરે રૂ. ૧૮૦ અંકે એક ને એશીની –કરી છે. શેઠ મગનલાલ કંકુચંદની આવી સાર્વજનિક પર પકારિક દાન વૃત્તિથી વિજાપુરના સને ઘણો જ આનંદ થયે છે ઉપર કહેલી રૂપીઆ ત્રણ હજારની રકમની ઉદાર દાનવૃત્તિ માટે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. હાલના ઉઝમણા પ્રસંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી બેડ ગને ઉપર પ્રમાણે ત્રણ હજાર રૂપિઆના વ્યાજની વાષક મદદ તથા વિજાપુરના તથા તેમની દશાશ્રીમાળીની જ્ઞાતના જૈન વિદ્યાર્થીઓને મદદ કરવામાં રૂપીઆ એક હજારના વ્યાજની વાર્ષિક મદદ આપવા કબૂલ્યું છે; અને શેઠે તે વાતને જાહેર કરી છે. વિજાપુરના આગેવાનો તરફથી શેઠને આપવામાં આવેલું માનપત્ર નીચે મુજબ. સગુણાલંકૃત સન્માન વિભૂષિત શેઠ મગનલાલ કંકુચંદ સુ. વિજાપુર. અમો નીચે સહીઓ કરનારા વિજાપુર નિવાસી અમારા અંતઃકરણથી આપના પ્રત્યે કુદરતી રીતે ઉત્પન્ન થતા પ્રેમ તથા ઉપકારની નિશાની દાખલ અત્રેના આપે સ્થાપેલા વિદ્યાસહાયક વસ્તિગૃહના વિદ્યાર્થીઓ તરફથી આ અભિનંદન પત્ર અર્પણ કરીએ છીએ તે સ્વીકારી આભારી કરશે. આપે તા. ૨૫-૩-૧૯૧૨ના રોજ વિજાપુરમાં વિદ્યાસહાયક વસ્તિ, ગૃહ ઉઘાડી પર ગામના વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસમાં સરળતા કરી આપી હરેક પ્રકારની અનુકુળતા કરી આપી છે એથી આપને તેમના ઉપરને અનહદ ઉપકાર થયા છે. આ સંસ્થામાં તેમને સામાન્ય, નૈતિક અને વ્યાવહારિક કેળવણી આપવામાં આવે છે, એટલું જ નહીં પણ તેમના ખર્ચની વ્યવસ્થા એવી વિવેકસર કરવામાં આવે છે કે બીજી આવી સંસ્થાઓ કરતાં અહીં ભેજન ખર્ચ ઓછું આવે છે. તે સઘળું અંગ્રેજી શાળાના હેડ માસ્તર . કાળીદાસ ચુનીલાલ કિનખાપવાળાની આપે આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93