Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ લડાઈએ રૂપાંતરમાં અને લીલીસૂકીમાં પ્રત્યક્ષ લડવૈયા અને સાક્ષી રહ્યા છે. શ્રી. મગનભાઈ અને શ્રી. ગોપાળદાસના અંતેવાસીના હાથે આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં આ બંને લેખકોના સાહિત્યને અછો પરિચય આપવામાં આવ્યો છે. ગુજરાતમાં વિશ્વ-સાહિત્યના પ્રચાર માટે અને વિદેશી ભાષાના ચાહના માટે શું થયું વગેરે બાબતોને ખ્યાલ આમાંથી વાચકને મળી રહેશે. તે ઉપરાંત અન્ય લખાણમાંથી રાષ્ટ્રીય કેળવણી વિશે પાયાના વિચારોનું ભાથું મળી રહેશે. આમ બંને રીતે આ ગ્રંથ ઉપયોગી થશે એવી આશા છે. ભાઈ ૫૦ છો૦ પટેલની આ ચોપડી માટે આવકાર લખવાને મિષે આ પવિત્ર સંતે અને લેખકોની વાણીનું આચમન અને ચિતન મનન કરવાની જે તક મળી, તેને માટે આભાર પૂર્વક તે પુણ્યક સંતો અને લેખકો માટેની આ મારી અંજલિ આપી હદયથી વંદન કરું છું અને નવી પેઢીને આદરપૂર્વક તેનું સન્માન કરવા ભલામણ કરું છું. સંપાદક અને પ્રકાશન સંસ્થાને અભિનંદન! ભારતમાં આખે એક યુગ સંતયુગ થઈ ગયો છે. કન્યાકુમારીથી કાશમીર અને દ્વારકાથી દીબ્રુગઢ ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ચારે દિશાઓને આવરી લેતી આખીયે ભારતભૂમિમાં એકેએક પ્રદેશમાં અનેકાનેક સંતરને સાંપડ્યાં છે. બધા જ સંતાએ આખા ભારતવર્ષને એક અને અખંડ ભૂભાગ માનીને સમગ્ર વિશ્વને માટે “આત્મન: હિતાય જગતુ હિતાય” હિતોપદેશ એમની સત્યપૂત વાણી દ્વારા સકળલોક જગપાવની ગંગાની જેમ વહેવડાવ્યો છે. ગાંધીજી પણ એક મોટા સંત થઈ ગયા. સંતોની વાણીને પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ જાય છે. તેની વાણી ઉપર શ્રી. મગનભાઈ, શ્રી, ગોપાળદાસ, અને એશોએ વેધક પ્રકાશ પાડયો છે. ફલડ લાઈટ ફેંકર્યું છે. સંતવાણીનાં રહસ્યો, ગૂઢાર્થો, વાણીનાં પ્રેરણા અને બળ તમામ શાને અર્ક, વેદવેદાંત, છ શારા અને જગતભરનું તત્વદર્શન અને જ્ઞાન-વિજ્ઞાન, અનુભવામૃત તમામે તમાતને નિચેડ જે સંતની વાણીમાં ભરપૂર છે. તેને દિગ્દર્શન એમની આગવી શૈલીમાં ઉદૂષિત કર્યું છે. બુદ્ધ, કૃષ્ણ, મહાવીર, નારદનાં ભક્તિસૂત્રો, ગીતા, ઉપનિષદો અને ભજન ઉપર શો ઓળઘોળ થઈ ગયા છે. ગણી ગણાય નહીં એટલી બધી બાબત ઉપર નાયગ્રાના પ્રચંડ પ્રપાતના વેગે તેમની વાણી વહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 402