Book Title: Vangmay Sevani Ek Zalak Author(s): P C Patel Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad View full book textPage 7
________________ આવકાર [સંતવાણીનું આચમન] શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની વર્ષોથી સતત થાલતી આવેલી લેખન-પ્રવૃત્તિને લીધે તેમના તેજસ્વી અને પ્રેરક લખાણનો વિપુલ સંગ્રહ ઊભે થયો છે. તે બધાં લખાણની દેશ અને ગુજરાતના વિવિધ ક્ષેત્રો ઉપર એક ઊંડી અને કાયમી અસર પડી છે. પરંતુ એકવીસમી સદીની આજની નવજુવાન પેઢી મોટેભાગે તેનાથી અજાણ છે. વિશ્વ-સાહિત્ય સુવર્ણ-જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે આ બંને લેખકો અને કેળવણીકારોની સાહિત્ય સેવાનો પરિચય આપીને ભાઈ ૫૦ છો૦ પટેલે ઉમદા કામગીરી બજાવી છે. તે માટે આજને ગુજરાતી વાચક તેમને ખાસ આભારી રહેશે. જયારે હજી આજે આપણું રાષ્ટ્રઘડતરનું કામ વિશેષ પુરુષાર્થ માગી રહ્યું છે, ત્યારે ચાલુ પેઢીને તે લખાણે પ્રેરક અને સહાયરૂપ થઈ પડે તેમ છે. આ દ્રષ્ટિથી પ્રેરણા લઈ, તે બધા લખાણમાંથી વિષયવાર સંગ્રહ તૈયાર કરવાનું કામ કોઈ રસિયા અભ્યાસીએ કે સંસ્થાએ ઉપાડવું જોઈશે. ગુજરાતમાં વિશ્વ-સાહિત્યની પ્રવૃત્તિ શ્રી. મગનભાઈ દેસાઈની પ્રેરણાથી શ્રી. ગોપાળદાસ પટેલે શરૂ કરી પોતે તેના આજીવન પ્રમુખ રહીને તેના કામમાં પ્રેરણા અને હૂંફ આપ્યા કરી. અનેક કાર્યકરોએ રાષ્ટ્રીય ભાવનાથી રાઈ પિતાના કાર્યોથી તેનું પોષણ કર્યું અને ગુજરાતી વાચકે તેને હદયથી આવકાર આપ્યો તેને પરિણામે જે કામ થયું તેને લીધે આજે આપણે વિશ્વસાહિત્યનો સુવર્ણ જયંતી મહોત્સવ ભારતીય ત્રાષિ ડૉ. એમ. એમ. ભમગરા અને શ્રી. ગુણવંત શાહના સાન્નિધ્યમાં ઊજવવાને ભાગ્યશાળી થયા છીએ. આ પુસ્તક ભાઈ પુત્ર છો૦ પટેલે તૈયાર કર્યું છે. તેઓ રાષ્ટ્રીય સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે આજીવન સંકળાયેલા રહ્યા છે. આરંભમાં આઝાદીના લડવૈયા તરીકે અને સ્નાતક થયા પછી અનેક રચનાત્મક કાર્યક, For Private Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 402