Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ આ બે પુરુષની સાહિત્ય-સાધના અને તેમાં રહેલું અધ્યાત્મ તથા સમાજદર્શન કરાવવાને નમ્ર પ્રયત્ન છે. મહાત્મા ગાંધીની પ્રેરણાથી આ બે રાષ્ટ્રીય કેળવણીકારો અને ગાંધીભકતોએ માતૃભાષાની અનેબી સેવા સામે પૂરે કરી છે. માતૃભાષામાં તેમણે ધાર્મિક સાહિત્ય, વિશ્વ-સાહિત્ય રાષ્ટ્રઘડતરના સાહિત્ય અને પાયાની કેળવણીના પુસ્તકોને મહાધધ વહેવડાવ્યો છે. તેમની સાહિત્ય-સેવાને ગાંધીજી, સરદારસાહેબ અને કાકાસાહેબ પણ પ્રમાણતા. ગુજરાતી વાચક તે તેમનાં લખાણ પર મંત્રમુગ્ધ હતો અને છે. રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ'ની મંગલ યોજનાનું આ છઠું સુગંધીદાર અને સાત્ત્વિક પુ૫ છે. તેની મહેક અને ઉપયોગિત પણ જબરી છે. ગુજરાતની આજની યુવા પેઢીને સમુદ્ધ, ખુમારીવાળી અને પ્રેમશૌર્યથી અંકિત કરવી હશે તે આવું સુંદર સાહિત્ય ઢગલાબંધ તેમને પ્રેમપૂર્વક પીરસવું પડશે. તેથી તેમને આપણાં ધર્મશાસ્ત્રનાં અને વિશ્વ-સાહિત્યનાં મોટાં પુસ્તકોને અધ્યાત્મ રસ અને વાર્તારસ સહેજે સુલભ થાય. આપણા સાહિત્ય-વારસા તરફ તેમની પહેલેથી નજર જાય, તેમની સુરુચિ કેળવાય તથા માનવ-સાહિત્યમાં સંઘરાયેલ અમર સંસ્કાર-વારસાના પરિચયમાં તેઓ આવે. એથી તેમની દૃષ્ટિ અને એમનું વ્યક્તિત્વ પણ બહુદેશી, વ્યાપક અને સર્વાગીણ બને. ઉદાર મતવાદી કેળવણી સાધવામાં એ વસ્તુ સારું કામ દઈ શકે. આવી સ્વનિષ્ઠ અને સ્વતંત્ર વિચારમય જીવનઉપાસના આ બે પુરૂએ કરી, તેના સમગ્ર અભ્યાસ રૂપે આ ગ્રંથ ગુજરાતી વાચકની સેવામાં રજુ કરતાં અમારી સંસ્થા ધન્યતા અનુભવે છે. આ પુસ્તકમાં લીધેલા લેખો તથા તેમાં ટાંકેલાં ગાંધીજીના વાક્યો ઉતારવા, નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠ અને ડૉ. વી. જી. પટેલ અને તેમના પરિવારે તથા શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટે પરવાનગી આપી, તે માટે રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ તેમનો ખાસ આભાર માને છે. આ પુણ્યના વેપારમાં ઉત્સાહથી મદદ કરનાર સૌને ટ્રસ્ટ હૃદયથી આભાર માને છે. બીજે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે ૧૯૨૦માં ગાંધીજીએ મંત્ર આપ્યો હતો. એક વણિક પુત્ર જે કરી શકતો હોય તે મેં ઋષિનું કાર્ય કર્યું છે, એથી વિશેષ મેં કંઈ નથી કર્યું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 402