________________
(૯૫)
જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ, મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ, તેહ મારગ જિનને પામિયે રે, કિંવા પામ્યા તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ, ઉપદેશ સદ્દગુરુને પામવા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદ ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org