________________
( ૧૯૬ )
પરિક્ષીણુ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાના યોગ થતા હોય તેા તે સ્વીકારવા, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવા યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મદ રહે છે, અને સત્સ’ગ ફળવાન થતા નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગેાપવવુ ઘટે નહીં.
૧૨ સત્સંગનું એટલે સત્પુરૂષનું આળખાણ થયે પણ તે યાગ નિરંતર રહેતા ન હેાય તેા સત્સંગથી પ્રાપ્ત થયા છે એવા જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરૂષ તુલ્ય જાણી વિચારવેા તથા આરાધવા કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવેા નિશ્ચય રાખવેા, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણુરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યાગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તા થવા દેતાં, પણ છેવટે તે ત્રિયાગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સ કાચતાં સંકેાચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્ત્તવ્ય છે. તે ઉપાય મિથ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org