________________
( ૨૩૭) ધર્મને રસ્તો સરળ સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ, આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.
[ ૧૮ ].
૮૧ [ વર્ષ ર૪ મું ] આપ હૃદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા સહુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે.
મહધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તે તે સુઝાડે ત્યારે બને તેવું છે.
[૧૬]
૮૨ [ વર્ષ ૨૪ મું ] સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org