Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

Previous | Next

Page 304
________________ [ ૮૪૩ ]. ૧૨૦ [ વર્ષ ૩૧ મું ] શ્રીમત્ વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુ:ખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત અનંત ચતુષ્ટયસ્થિત ભગવંતને અને તે જયવંત ધર્મનો આશ્રય દેવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યાં છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306