________________
( ૨૩ર ) કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળ દુર્લભ છે.
જીવને સંસાર પરિભ્રમણનાં જે જે કારણે છે, તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનને ઉપદેશ કરે, પ્રગટમાં તેમની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળવિચળપણું છતાં પિતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો, તે લાગી શકશે.
પોતે શંકામાં ગળકા ખાતે હોય, એવો જીવ નિઃશંક માર્ગ બેધવાને દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તે હેતુ નથી જ જેમ છે તેમ કરણ ચિત્તે લખ્યું છે. એમ જ મજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે. વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે. - જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતે નથી. આ વાકય નિઃશંક અનુભવનું છે. બંધનને ત્યાગ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org