________________
(૧૩) ગમેતેમ છે, પણ આ કાળમાં જૈનમાં તીર્થકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી કે દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ અને તે પણ જાનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચઢયું છે.....
[ ૧૪૭
૫૪ [ વર્ષ ર૩ મું] આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.
[૨૯].
૫૫ [ વર્ષ ર૪ મું ] અનંતકાળથી જીવને અસત્ વાસનાને અભ્યાસ છે. તેમાં એકદમ સત સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; કવચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળને જે મિથ્યા અભ્યાસ છે, તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org