________________
( ૧૯૮ )
તે માર્ગ શોધવો અશકય છે; એમ વારવાર દેખાય છે, એટલુ જ નહીં, પણ શ્રી સદ્ગુરૂચરણના આશ્રયે કરી બાધબીજની પ્રાપ્તિ થઈ હાય એવા પુરૂષને પણ સદ્ગુરૂના સમાગમનું આરાધન નિત્ય કવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ મેધ સ્થિર રહેવા વિકટ છે.
[ ૬૫૦ ]
૩૫
[ વર્ષ ૨૮ સુ]
અંતર્મુખષ્ટિ જે પુરૂષોની થઈ છે, તે પુરૂષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોના સંગ છે, તે કઈ પણ દૃષ્ટિને આકર્ષે એવા ભય રાખવાયાગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તે! પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તાપણુ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ થવાયોગ્ય પદાર્થોદિના ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવા ઘટે. તે કે આરંભપરિગ્રહના ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org