________________
( ૧૮૩ )
...આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવા એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યુ કહેવાતું નથી, લખ્યું લખાતુ નથી અને મને વિચાર્યું વિચારાતું નથી.
આ કાળમાં શુકલધ્યાનની મુખ્યતાના અનુભવ ભારતમાં અસંભિવત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાના રસ કેટલાક પુરુષા પ્રાપ્ત કરી શકે છે; પણ મેાક્ષના માર્ગની અનુકૂળતા ધારી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.
આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષાને સ્વભાવે, કેટલાકને સદ્ગુરૂરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગઆદિ લઈ અનેક સાધનાથી થઈ શકે છે; પણ તેવા પુરુષા—નિગ્રંથમતના લાખામાં પણ કાઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક ખાદ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગાણાકૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય.
•
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org