________________
( ૧૮૧). મળી ન મળી તે એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ જોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુ:ખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તે એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તે લોકનો ભેદ અને પિતાને નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળ, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળે, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તે તેની હાયના ભયવાળો, સ્ત્રી હશે તે તેની
ના ભયવાળે, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળ, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભથવાળ, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધને માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખને સમય હવે ક કહે ? બાલાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નિરોગાવસ્થા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org