________________
(૧૧ર) અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા થયા છે. વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે, એ જે શ્રી તીર્થકર દેવાદિ જ્ઞાનીને ઉપદેશ તે સત્ય છે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ એ કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક. અને તે બે પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; પુરૂષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા ભેગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અસસંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્કર્શનને વિષે સદર્શનરૂપ ભ્રાંતિ તે છે. આત્મા નામને કઈ પદાર્થ નથી,’ એ એક અભિપ્રાય ધરાવે છે. “આત્મા નામનો પદાર્થ સંયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org