Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ તારાદિત્રયદ્વાત્રિશિકા/પ્રાસ્તાવિક છે. અંતર્મુખ મુમુક્ષુને પોતાના મોહની તરતમતા સમજવા માટેના સ્પષ્ટ સંકેતો આ વિવેચનથી પ્રાપ્ત થાય છે. તારાદષ્ટિ - દર્શનમોહનીયકર્મ મંદ થવાથી અને ભોગાદિનું તીવ્ર આકર્ષણ ઘટવાથી, યોગમાર્ગને પ્રાપ્ત થયેલા અને સ્વસ્થતાથી આત્મહિતની વિચારણા કરી શકે તેવા પ્રથમ દૃષ્ટિવાળા યોગીને તત્ત્વને જાણવાને અભિમુખત્રતત્ત્વને જાણવા તરફ લઈ જતી, તત્ત્વની જિજ્ઞાસારૂપ બીજી “તારાષ્ટિ' પ્રગટે છે, જે અંતરંગ ચક્ષુરૂપ છે અને તત્ત્વપ્રાપ્તિનું પ્રબળ કારણ છે. જેમ ચક્ષુરહિતને માર્ગ જોવો શક્ય નથી, પરંતુ ચક્ષુથી જોનાર માર્ગને જોઈ શકે છે; તેમ યોગમાર્ગને જોવાને અનુકૂળ જિજ્ઞાસારૂપ અંતઃચક્ષની પ્રાપ્તિ થવાને કારણે ક્રમે કરીને આ યોગી માર્ગને પ્રાપ્ત કરે છે. તેથી આ દૃષ્ટિમાં “ચખુદયાણં' એ “નમુત્થણ સૂત્રનું પદ સંગત થાય છે.” બલાદષ્ટિ :- અંતરંગ ચક્ષુની પ્રાપ્તિ થવાથી, તત્ત્વની જિજ્ઞાસા પ્રગટેલ યોગી માર્ગે જવાનો યત્ન કરે છે અર્થાત્ તત્ત્વશુશ્રષાથી ક્રમે કરીને તત્ત્વ, અતત્ત્વના વિભાગ માટે ઉચિત યત્ન કરે છે, જેથી યોગમાર્ગની ભૂમિકાઓ દેખાતાં યોગમાર્ગ ઉપર ગમન કરે છે અને માર્ગ પર ગમન કરી યોગી તત્ત્વની પ્રાપ્તિ કરે છે. તેથી આ દૃષ્ટિમાં “મમ્મદયાણં' એ “નમુત્થણ' સૂત્રનું પદ સંગત થાય છે. દીપાદૃષ્ટિ :- યોગમાર્ગની પ્રાપ્તિ પછી તત્ત્વાતત્ત્વના વિભાગનો વિશેષરૂપે ભેદ કરવાની ઇચ્છા દીપ્રાદષ્ટિવાળા યોગીને પ્રગટે છે, જે સૂક્ષ્મતત્ત્વને પકડવાના પ્રયાસરૂપ છે, જે અવશ્ય તત્ત્વબોધમાં વિશ્રાંત થશે. આ દૃષ્ટિમાં તત્ત્વચિંતન એ શરણ છે. ચારે બાજુથી થતા મોહરાજાના ત્રાસદાયક હુમલાઓમાંથી બચાવનાર તત્ત્વચિંતન જ છે. માટે તત્ત્વચિંતન જ શરણ છે, અને આ દૃષ્ટિને પ્રાપ્ત થયેલા જીવોનું તત્ત્વશ્રવણ મર્મસ્પર્શી હોવાથી મોહની ગાઢ અસરથી તેઓ મુક્ત થયા છે, તેથી તેમને શરણ મળી ગયું છે. તેથી “નમુત્થણ' સૂત્રનું “સરણદયાણં' પદ આ દૃષ્ટિમાં સંગત થાય છે. આ દૃષ્ટિ સુધીનો વિકાસ પામેલા જીવમાં પણ હજુ સૂક્ષ્મબોધ નથી, તેથી સમ્યક્ત્વ નથી; પરંતુ તત્ત્વશ્રવણગુણ સામગ્રી એકત્રિત થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 120