Book Title: Tantronu Taran Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ તંત્રોનું તારણ માટે રાખ્યું ?તે ખુલાસે એ છે કે તેમાં તંત્રોની સારભૂત હકીકતે તારવીને આપવામાં આવી છે. શેરડી કરતાં સાકર અને દૂધ કરતાં મલાઈ વધારે મીઠી લાગે છે, તેમ તંત્ર કરતાં તંત્રોનું તારણ કેઈને વધારે મીઠું લાગે, તે એથી અમને આશ્ચર્ય થશે નહિ. ૨-તંત્ર કેને કહેવાય? વસ્તુના મુખ્ય કે આગળ પડતા ભાગને તંત્ર કહેવામાં આવે છે. જેનાથી કપડું વણાય તે શાળને પણ તંત્ર કહેવામાં આવે છે. વાત, ચર્ચા કે વિચારણાના મુખ્ય મુદ્દાને પણ તંત્ર કહેવામાં આવે છે અને પ્રક્રિયા કે પદ્ધતિને પણ તંત્ર કહેવામાં આવે છે. વળી સિદ્ધાંત, નિયમ, શાસ્ત્ર તથા કઈ પણ વૈજ્ઞાનિક કૃતિને પણ તંત્ર કહેવામાં આવે છે. આમ તંત્રના અનેક અર્થો થતા હેવાથી “અહી તંત્રને કર્યો અર્થ અભિપ્રેત છે?” એ પ્રશ્ન પાઠકનાં મનમાં ઉઠવાને સંભવ છે. તેને ખુલાસો એ છે કે અહીં તંત્ર શબ્દને “વૈજ્ઞાનિક કૃતિ” એ અર્થ અભિપ્રેત છે, કારણ કે તેની રચના ધર્મશાસ્ત્રના મર્મને વિશેષ પ્રકાશ કરવા અથવા મંત્રશાસ્ત્રની પૂર્તિરૂપે થાય છે. પાઠકે જે આનું પ્રમાણ ઈચ્છતા હોય તે શાક્તગ્રંથ કામિક તંત્રને નિમ્ન શ્લેક અમે અહીં રજૂ કરીએ છીએ – तनोति विपुलानर्थान्, तत्त्वमन्त्रसमन्विताम् । त्राणं च कुरुते यस्मात् , तन्त्रमित्यमिधीयते ॥ “જે તત્ત્વ અને મંત્રથી સમન્વિત વપુલ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66